મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ફ્રાંસમાં મોટી રાજકીય ઉથલપાથલ, PM સેબિસ્ટિયને એક મહિનામાં આપ્યું રાજીનામું

ફ્રાન્સમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ તેમના પદ પરથી માત્ર એક મહિનાની અંદર રાજીના

ફ્રાંસમાં મોટી રાજકીય ઉથલપાથલ, PM સેબિસ્ટિયને એક મહિનામાં આપ્યું રાજીનામું

ફ્રાન્સમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. વડા પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ તેમના પદ પરથી માત્ર એક મહિનાની અંદર રાજીનામું આપ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કાર્યાલયે સેબેસ્ટિયનના રાજીનામાની પુષ્ટિ કરી છે. લેકોર્નુએ એક દિવસ પહેલા જ તેમના મંત્રીમંડળની જાહેરાત કરી હતી અને એક મહિના કરતા પણ ઓછા સમય માટે પદ પર રહ્યા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને લેકોર્નુનું રાજીનામું સ્વીકારી લીધું છે. લેકોર્નુ એક વર્ષમાં ફ્રાન્સના ચોથા વડા પ્રધાન બન્યા, તેમના પુરોગામી ફ્રાન્કોઇસ બાયરોનું સ્થાન લીધું.

રાજકીય વર્તુળોમાં લેકોર્નુની ટીકા

રાજકીય વર્તુળોમાં લેકોર્નુની મંત્રી પસંદગીની ટીકા થઈ હતી, ખાસ કરીને ભૂતપૂર્વ નાણામંત્રી બ્રુનો લે મેયરને સંરક્ષણ મંત્રાલયમાં પાછા લાવવાના તેમના નિર્ણયની વિશેષ ટીકા થઈ હતી. અગાઉના મંત્રીમંડળમાંથી અન્ય મુખ્ય હોદ્દાઓ મોટાભાગે યથાવત રહ્યા. રૂઢિચુસ્ત બ્રુનો રિટાઇલો ગૃહમંત્રીપદે યથાવત હતા.જીન-નોએલ બેરોટ વિદેશમંત્રી અને ગેરાલ્ડ ડાર્માનિનને ન્યાય મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો હતો. 

વિરોધીઓએ રાષ્ટ્રપતિને ઘેર્યા 

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના વિરોધીઓએ આ ચોંકાવનારા રાજીનામાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો. ડાબેરી પક્ષ ફ્રાન્સ અનબોવેડે  સહિત વિરોધીઓએ નવી ચૂંટણી કરાવવા અથવા તો મેક્રોનને રાજીનામું આપવા હાકલ કરી છે. 

ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ છેલ્લા કેટલાક સમયથી વધી છે. ખાસ કરીને ગયા વર્ષે મેક્રોને ત્વરિત ચૂંટણીઓની જાહેરાત કરી તે પછીથી સાંસદોમાં તણાવ જોવા મળ્યો. જમણેરી અને ડાબેરી સાંસદો પાસે રાષ્ટ્રીય સભામાં 320થી વધુ બેઠકો છે. જ્યારે મધ્યમાર્ગી અને સહયોગી રૂઢિવાદીઓ પાસે 210 સીટો છે.

આ સમાચાર શેર કરો