મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Earthquake: પાકિસ્તાનમાં ધરતીકંપને લીધે લોકો ડરના માર્યા ઘર બહાર દોડી આવ્યાં, જાણો કેટલી રહી તીવ્રતા?

Earthquake: પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ

Earthquake: પાકિસ્તાનમાં ધરતીકંપને લીધે લોકો ડરના માર્યા ઘર બહાર દોડી આવ્યાં, જાણો કેટલી રહી તીવ્રતા?

Earthquake: પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે વરસાદ, પૂર, મોંઘવારી, અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે ભૂકંપ પણ ચિંતાનો વિષય બન્યો છે. પાકિસ્તાનમાં આજે સવારે રવિવારે 3 ઓગસ્ટના રોજ કેટલાક વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 4.8 નોંધાઈ હતી. ભારતીય સમયાનુસાર ભૂકંપ રાત્રે 12 વાગ્યેને 40 મિનિટે આવ્યો હતો. આ ધરતીકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો. આ ભૂકંપ ખૈબર પખ્તુનખ્વા, પંજાબ અને ઈસ્લામાબાદ જેવા વિસ્તારોને પ્રભાવિત કર્યો હતો. 

પાકિસ્તાનમાં આવેલા ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં
પાકિસ્તાનમાં આજે આવેલા ધરતીકંપથી કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા. ભૂકંપને લીધે લોકો પોતાના મકાનોમાંથી બહાર નીકળી ગયા હતા. 

શનિવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

આ ઘટના શનિવારે પાકિસ્તાનના કેટલાક ભાગોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના થોડા કલાકો પછી બની. શનિવારે પાકિસ્તાનમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી અને ઉત્તર પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. તેનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિન્દુ કુશ ક્ષેત્રમાં 114-122 કિમીની ઊંડાઈએ હતું. જોકે, તેનાથી કોઈ નુકસાન થયું નથી.

પાકિસ્તાનમાં વધુ ભૂકંપ કેમ આવે છે?

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ ક્ષેત્રમાં છે, કારણ કે તે ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણના ક્ષેત્રમાં સ્થિત છે. બલુચિસ્તાન, ખૈબરપખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો ખાસ કરીને જોખમમાં છે. અફઘાનિસ્તાનના પર્વતીય વિસ્તારોની નજીક હોવાને કારણે પાકિસ્તાનમાં વધુ ભૂકંપ આવે છે.

આ સમાચાર શેર કરો