મીમ્સ માટે લોકપ્રિય ડોગ ‘કાબોસુ’નું થયું મોત : માલિકે આપી માહિતી
તેના મીમ્સ માટે લોકપ્રિય કૂતરો ‘કાબોસુ’ હવે આ દુનિયામાં નથી. પોતાના અભિવ્યક્તિઓથી

તેના મીમ્સ માટે લોકપ્રિય કૂતરો ‘કાબોસુ’ હવે આ દુનિયામાં નથી. પોતાના અભિવ્યક્તિઓથી વિશ્વભરના ઘણા લોકોના દિલ જીતી લેનાર કૂતરાએ 24 મેના રોજ 18 વર્ષથી વધુ ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેના માલિકે આ અંગે માહિતી આપી હતી. માલિકના જણાવ્યા મુજબ 26 મેના રોજ અંતિમ સંસ્કાર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. કાબોસુને તેના માલિકે 2008માં દત્તક લીધો હતો.
કૂતરાના માલિકે માહિતી આપી
કૂતરાના માલિકે અત્સુકોએ ભાવનાત્મક કૅપ્શન સાથે પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું કે, કાબોસુ, આજે એટલે કે 24મી મે, મેં ચીર નિંદ્રામાં પોઢી ગયો છે. 26મી મે રવિવારના રોજ અંતિમ વિદાય આપીશું.
કાબોસુને આ રોગ હતો
રિપોર્ટ અનુસાર, કાબોસુને cholangiohepatitis અને ક્રોનિક લિમ્ફોમા લ્યુકેમિયા નામનો રોગ હતો, 2022માં તેની બીમારીનું નિદાન થયું હતું.
પ્રખ્યાત ડોગ કબોસુ
જો કે, તે દરેકને ખબર છે કે કાબોસુ (જાપાનીઝ કૂતરો કાબોસુ) ની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ છે જેનો ઉપયોગ મોટાભાગે મીમ્સમાં થાય છે. આ સાથે, કાબોસુ પણ ડોગેકોઇન પાછળનો રોલ મોડલ બન્યો, જ્યાં ક્રાયોટોકરન્સીની જગ્યાએ કાબોસુના ફોટાનો ઉપયોગ કરવામાં આવતો હતો, શરૂઆતના તબક્કામાં, આ ચલણ નકલી સાબિત થયું, આ પછી, છેલ્લા કેટલાક વર્ષોમાં, એલોન મસ્કએ X પરનો લોગો હટાવી જાપાનીઝ કૂતરો કાબોસુનો ફોટો લગાવ્યો હતો. ત્યારબાદ ક્રિપ્ટોની કિંમત આકાશને સ્પર્શવા લાગી.






