યુરોપના ત્રણ મોટા એરપોર્ટ પર સાયબર એટેક,કેટલીક ફ્લાઇટ રદ; મુસાફરો પરેશાન થયા
યુરોપના અનેક મોટા એરપોર્ટમાં ચેક-ઈન અને બોર્ડિંગ સિસ્ટમ પર સાયબર હુમલા થયો છે. જેના કારણે શનિવારે (20મી સપ્

યુરોપના અનેક મોટા એરપોર્ટમાં ચેક-ઈન અને બોર્ડિંગ સિસ્ટમ પર સાયબર હુમલા થયો છે. જેના કારણે શનિવારે (20મી સપ્ટેમ્બર) ઘણી ફ્લાઇટ્સ વિલંબ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકનિકલ સમસ્યાને કારણે યુરોપના મુખ્ય એરપોર્ટ પર કડક સુરક્ષા લાગુ કરવામાં આવી છે, જેમાં ઘણાં એરપોર્ટ મેન્યુઅલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યુ છે.
બ્રસેલ્સ, બર્લિન અને હીથ્રો એરપોર્ટ પર સાયબર હુમલો
બ્રસેલ્સ એરપોર્ટના અધિકારીઓના જણાવ્યાનુસાર, શુક્રવારે (19મી સપ્ટમ્બર) રાત્રે તેમના ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમમાં સાયબર હુમલો થયો હતો, જેના કારણે તેમની તકનીકી સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. તેથી એરપોર્ટને મેન્યુઅલ રીતે ચેક-ઇન અને બોર્ડિંગ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોને ધીરજ રાખવા અને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.
જર્મનીના બર્લિન બ્રાન્ડેનબર્ગ એરપોર્ટે પુષ્ટિ આપી છે કે તેના સેવા પ્રદાતાની સિસ્ટમ પર સાયબર હુમલો થયો છે. પરિણામે, સુરક્ષાના પગલા તરીકે એરપોર્ટે તેના નેટવર્ક કનેક્શનને અસ્થાયી રૂપે કાપી નાખ્યા છે. જ્યારે લંડનના હીથ્રો એરપોર્ટે પણ ટેકનિકલ સમસ્યાઓ આવી હતી. હીથ્રો એરપોર્ટ અનુસાર, કોલિન્સ એરોસ્પેસ એક કંપની જે ઘણી એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પૂરી પાડે છે, તે ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે.
મુસાફરોને સાવધાની રાખવા અપીલ
ઉલ્લેખનીય છે કે, આ બધા એરપોર્ટે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટ સ્ટેટસ ઓનલાઈન તપાસવા અને ફ્લાઇટના સમયને ધ્યાનમાં રાખીને તે મુજબ આયોજન કરવા વિનંતી કરી છે. એરપોર્ટ મેનેજમેન્ટે થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને શક્ય તેટલી વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી છે.
સાયબર હુમલાથી પ્રભાવિત એરપોર્ટ એલર્ટ
સાયબર હુમલાથી પ્રભાવિત એરપોર્ટોએ તેમના સુરક્ષા પ્રોટોકોલ કડક બનાવ્યા છે. વધુ સાયબર હુમલાઓ અટકાવવા માટે ઘણાં સ્થળોએ સિસ્ટમોને અસ્થાયી રૂપે ઑફલાઇન કરવામાં આવી છે. નિષ્ણાતો આ ઘટનાની ગંભીરતાને લઈને એલર્ટ પર છે અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લઈ રહ્યા છે.








