ચીન બનાવી રહ્યો છે વિશ્વનો પહેલો કૃત્રિમ તરતો ટાપુ, પરમાણુ હુમલાની નહીં થાય અસર
ચીન પરમાણુ વિસ્ફોટોનો સામનો કરવા માટે 78,000 ટન વજન ધરાવતો કૃત્રિમ ટાપુ ડિઝાઇન કરી રહ્યું છ

ચીન પરમાણુ વિસ્ફોટોનો સામનો કરવા માટે 78,000 ટન વજન ધરાવતો કૃત્રિમ ટાપુ ડિઝાઇન કરી રહ્યું છે. તે એક ગતિશીલ મોટું પ્લેટફોર્મ છે જે કોઈપણ નવા સાધનોની જરૂર વગર ચાર મહિના સુધી 238 લોકોને આરામથી રહી શકે છે. તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીનના ફુજિયન એરક્રાફ્ટ કેરિયર જેટલું મોટું છે. તે 2028 માં કાર્યરત થશે. તે વિશ્વનો પહેલો આ પ્રકારનો તરતો ટાપુ હશે.
તે 6થી 9 મીટરના મોજા અને કેટેગરી 17 તોફાનો (સૌથી શક્તિશાળી ઉષ્ણકટિબંધીય ચક્રવાત), તેમજ દરિયાઈ તોફાનનો સામનો કરી શકે છે. "અમે ડિઝાઇન અને બાંધકામ પૂર્ણ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ, અને અમારું લક્ષ્ય 2028 સુધીમાં તેને સક્રિય કરવાનું છે. એક અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ ફેસિલિટી માટે "મેટામટીરિયલ" સેન્ડવિચ પેનલ્સનો ઉપયોગ કરાયો છે. જે વિનાશક આંચકાઓને હળવા દબાણમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ છે.
શાંઘાઈ જિયાઓ ટોંગ યુનિવર્સિટી (SJTU) ના પ્રોફેસર યાંગ ડેકિંગની આગેવાની હેઠળની ટીમે લખ્યું, "આ મુખ્ય ઊંડા સમુદ્રી વૈજ્ઞાનિક સુવિધા બધી હવામાન પરિસ્થિતિઓમાં લાંબા ગાળાના રહેઠાણ માટે ડિઝાઈન કરી છે. તેના સુપરસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ કમ્પાર્ટમેન્ટ્સ છે જે ઈમરજન્સી પાવર, મેસેજિસ અને નેવિગેશન કન્ટ્રોલિંગ કરે છે. જેનાથી આ જગ્યાને પરમાણુ વિસ્ફોટ સુરક્ષા આવશ્યક બની જાય છે.
ડીપ-સી ઓલ-વેધર રેસિડેન્ટ ફ્લોટિંગ રિસર્ચ ફેસિલિટી
જણાવી દઈએ કે, એને ડીપ-સી ઓલ-વેધર રેસિડેન્ટ ફ્લોટિંગ રિસર્ચ ફેસિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આ ચીનનું "ઊંડા સમુદ્રમાં તરતો મોબાઇલ ટાપુ" છે, જે એક દાયકાના સંશોધન અને આયોજન પછી બનાવવામાં આવ્યું છે. આ ટાપુ 138 મીટર લાંબો અને 85 મીટર પહોળો હશે, જેમાં મુખ્ય ડેક પાણીની સપાટીથી 45 મીટર ઉપર હશે.






