મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેનેડામાં 'ડે કેયર સેન્ટર'માં કાર ઘૂસતાં 1 બાળકનું મોત, રમી રહેલા 9થી વધુ બાળકો ઘાયલ

કેનેડાના ઉત્તરમાં સ્થિત રિચમંડ હિલમાં બુધવારે (11 સપ્ટેમ્બર) એક કાર અચાનક બાલવાટિકા (ડેકેયર)ની બારીને તો

કેનેડામાં 'ડે કેયર સેન્ટર'માં કાર ઘૂસતાં 1 બાળકનું મોત, રમી રહેલા 9થી વધુ બાળકો ઘાયલ

કેનેડાના ઉત્તરમાં સ્થિત રિચમંડ હિલમાં બુધવારે (11 સપ્ટેમ્બર) એક કાર અચાનક બાલવાટિકા (ડેકેયર)ની બારીને તોડીને તેની અંદર ઘુસી ગઈ હતી. આ દરમિયાન કારે ત્યાં રમી રહેલા અનેક બાળકોને કચડ્યા હતા. આ ઘટનામાં એક બાળકનું મોત નિપજ્યુ હતું, જ્યારે 9 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા. આ બાળકોમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.  
 
https://twitter.com/MSharif1990/status/1965931670705680643

નોટિંઘમ ડ્રાઇવ પાસે આવેલા ડે કેર સેન્ટરમાં બની ઘટના

કેનેડાની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના નોટિંઘમ ડ્રાઇવ નજીક ડે કેયર સેન્ટરમાં આ ઘટના બની હતી. આ ઘટના ઓન્ટારિયોના રિચમંડ હિલમાં 'યોંગ સ્ટ્રીટ' અને 'નોટિંઘમ ડ્રાઇવ' ની ખૂબ નજીક બની હતી, જ્યારે બાળકો બાલવાટિકામાં હાજર હતા. આ ઘટનામાં એક દોઢ વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. 

18 મહિનાથી 3 વર્ષ સુધીના બાળકો ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં 18 મહિનાથી ત્રણ વર્ષની વયના છ અન્ય બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ સાથે જ બાલવાટિકાના ત્રણ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. 

70 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ

મળતી માહિતી મુજબ, આ કેસમાં એસયુવીના 70 વર્ષીય ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. જોકે, પોલીસનું માનવું છે કે, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં નહતી આવી પરંતુ એક ભૂલથી થયેલું કૃત્ય હતું. હાલ, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો