મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

Video: ટોરોન્ટોમાં કેનેડીયન નાગરિકની દાદાગીરી, કારણ વગર ભારતીય યુવક પર કર્યો હુમલો

કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક રેસ્ટોરન્ટની

Video: ટોરોન્ટોમાં કેનેડીયન નાગરિકની દાદાગીરી, કારણ વગર ભારતીય યુવક પર કર્યો હુમલો

કેનેડાના ટોરોન્ટો શહેરમાં એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં એક રેસ્ટોરન્ટની અંદર એક ભારતીય મૂળના યુવક સાથે મારપીટ કરવામાં આવી છે. આ વિડીયો એક્સ અને ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પગલે સોશિયલ મીડિયા પર લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

પહેલા ધક્કો માર્યો, પછી કોલર પકડીને દાદાગીરી કરી

રિપોર્ટ અનુસાર, આ ઘટના ટોરોન્ટોના એક રેસ્ટોરન્ટમાં મોબાઇલ ઓર્ડર પિક-અપ કાઉન્ટર પાસે બની હતી. વાયરલ વિડીયોમાં બ્લૂ જેકેટ પહેરેલો એક વ્યક્તિ અચાનક ભારતીય યુવક પાસે આવીને ધક્કો મારે છે, જેમાં ભારતીય યુવક ફોન પડી જાય છે. ત્યારબાદ કથિત નશામાં ધૂત વ્યક્તિ ભારતીય યુવકને ધક્કો મારીને કોલર પકડી લે છે. આ દરમિયાન તે હુમલાખોર ભારતીય યુવક પર એટેટ્યુડ દેખાડવાનો આરોપ લગાવે છે.’

રેસ્ટોરન્ટ સ્ટાફના સભ્યએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

હુમલો કર્યો હોવા છતાં પીડિત ભારતીય યુવક શાંત રહે છે અને હુમલાખોરને કહે છે કે, તમે પોતાને મુસીબતમાં નાખી રહ્યા છો, છતાં કેનેડિયન વ્યક્તિ તેને વારંવાર ધક્કો મારતો રહે છે. આ દરમિયાન રેસ્ટોરન્ટના સ્ટાફનો સભ્ય વચ્ચે પડે છે અને બંનેને બહાર જવા કહે છે. આખરે હુમલાખોરને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો.

હુમલાખોર પર યુઝર્સો ગુસ્સે થયા

આ વિડીયો ટોરોન્ટોના વકીલ અને પત્રકાર કેરીમા સાદે શેર કર્યો હતો. જોકે વિડીયોની પુષ્ટિ થઈ શકી નથી. જોકે વીડિયો જોનારા યુઝર્સો ભારે ગુસ્સે થયા છે. એક યુઝરે લખ્યું કે, આ વર્તન શરમજનક છે અને સહન કરી શકાય નહીં. અન્ય એક યુઝરે કહ્યું કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે, કોઈને પણ અહંકાર કે જાતિના કારણે હિંસાનો સામનો ન કરવો જોઈએ. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે કેનેડાના વહીવટી તંત્રને અપીલ કરી છે કે, આવા હુમલાઓ પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ.

આ સમાચાર શેર કરો