મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

નાયગ્રા ધોધથી ન્યૂયોર્ક જતી બસને નડ્યો અકસ્માત, 5 લોકોના થયાં મોત

કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય

નાયગ્રા ધોધથી ન્યૂયોર્ક જતી બસને નડ્યો અકસ્માત, 5 લોકોના થયાં મોત

કેનેડાના નાયગ્રા ધોધથી પરત ન્યૂયોર્ક ફરી રહેલી ટૂર બસનો અકસ્માત થતાં એક ભારતીય સહિત પાંચ લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક પરત જઈ રહેલી 54 મુસાફરોથી ભરેલી ટૂર બસને બફેલો નજીક પેમ્બ્રોકમાં ઈન્ટરસ્ટેટ 90 હાઈવે પર અકસ્માત નડ્યો હતો. શુક્રવારે સર્જાયેલા આ અકસ્માતમાં 5 જણના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે અન્ય તમામ મુસાફરને નાની-મોટી ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

2 ભારતીય સહિત 5ના મોત

મૃતકોમાં બિહારમાંથી 65 વર્ષીય શંકર કુમાર જ્હાં, ન્યૂ જર્સીમાંથી ઈસ્ટ બ્રુન્સવિકના પિંકી ચાંગરાની (ઉ.વ.60), ચીનના ઝી હોંગઝુઓ (ઉ.વ.22), ન્યૂ જર્સીના જર્સી સિટીના રહેવાસી ઝાંગ ઝિયાઓલાન (ઉ.વ. 55) અને જિયાન મિંગલી (ઉ.વ. 56) તરીકે થઈ છે. આ ટૂર બસમાં મોટાભાગના મુસાફરો ભારતીય, ચીન અને ફિલિપિનોના હોવાનું ન્યૂયોર્ક પોલીસ કર્મી જેમ્સ ઓ'કેલાઘને જણાવ્યું હતું.

બપોરે 12.22 વાગ્યે થયો અકસ્માત

ન્યૂ યોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે 12.22 વાગ્યે (સ્થાનિક સમય) બફેલો નજીક પેમ્બ્રોકમાં ઇન્ટરસ્ટેટ 90 પર આ જીવલેણ અકસ્માત થયો હતો. બસ નાયગ્રા ધોધની મુલાકાત લીધા બાદ ન્યૂયોર્ક પરત ફરી રહી હતી, જેમાં 54 લોકો સવાર હતા, જેમાં બસ કંપનીના 2 કર્મચારી પણ હતા. બસ ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવતાં હાઈવે પરથી ઉતરી ગઈ હતી અને બસ સીધી ખાડામાં પડી હતી. અકસ્માતના કારણે હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી. અકસ્માતના લગભગ 8 કલાક બાદ રાત્રે 8.30 વાગ્યે ફરી ખોલવામાં આવ્યો હતો. જ્યારે પશ્ચિમ તરફ જતો રસ્તો સાંજે 5 વાગ્યા પછી ખોલવામાં આવ્યો હતો.

🔥🔥🔥The M&Y Tour Inc. tour bus accident occurred on the afternoon of August 22, 2025, on Interstate 90 (I-90) near Pembroke, New York, about 25 miles (40 kilometers) east of Buffalo.

The bus was carrying 54 people, including the driver and a company employee, and was traveling… pic.twitter.com/TCP8LHg9J9
— Maga Torch (@ChuanVu79) August 23, 2025

ન્યૂયોર્કના ગવર્નરે વ્યક્ત કર્યું દુઃખ

ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે X પર પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું કે,  આ દુઃખદ ટૂર બસ અકસ્માત વિશે માહિતી  મળી છે. અમારી ઓફિસ આ ઘટનામાં બચાવ અને રાહત કામગીરી કરનારી રાજ્યની પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે નજીકથી દેખરેખ રાખી રહી છે.

આ સમાચાર શેર કરો