મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પાકિસ્તાનમાં ટ્રેલર સાથે ટકરાઈ બસ, દુર્ઘટનામાં 9થી વધુ લોકોના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્

પાકિસ્તાનમાં ટ્રેલર સાથે ટકરાઈ બસ, દુર્ઘટનામાં 9થી વધુ લોકોના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ભયાનક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પેસેન્જર લક્ઝરી અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાના સમાચાર છે. કરક જિલ્લાના અંબેરી કાલ્લે ચોક ખાતે સિંધુ હાઇવે ખાતે ટ્રેલર અને લક્ઝરી વચ્ચે જીવલેણ અકસ્માત થયો હતો. પાકિસ્તાન પોલીસે આ અકસ્માતની માહિતી આપી છે.  

આ પણ વાંચોઃ કન્નૌજમાં મોટો અકસ્માત, રેલ્વે સ્ટેશન નજીક ઇમારતનો લીંટલ ધરાશાયી, 36 કામદારો દટાયા

પોલીસે જણાવ્યું હતું કે, કરક જિલ્લાના અંબેરી કલ્લે ચોક ખાતે સિંધુ હાઇવે પર આ અકસ્માત થયો હતો, જેમાં એક વાહન અને પેસેન્જર બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે. જોકે, બસમાં મુસાફરી કરનારા કુલ મુસાફરોની સંખ્યા અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ઈજાગ્રસ્તોની સંખ્યા વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધુ વધવાની આશંકા છે.

આ પણ વાંચોઃ VIDEO: પ્રાંતિજ નજીક ટ્રક ટેન્કરનો ગમખ્વાર અકસ્માત, ટેન્કર ચાલકનું મોત

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

પોલીસ અને બચાવ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા છે. ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે અકસ્માતમાં નવ મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે નિર્દેશ આપ્યો કે અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને જરૂરી તમામ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવે.

આ સમાચાર શેર કરો