VIDEO: પ્રાંતિજ નજીક ટ્રક ટેન્કરનો ગમખ્વાર અકસ્માત, ટેન્કર ચાલકનું મોત
સાબરકાંઠાના પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક આજે (11મી જાન્યુઆરી) સવારે ટ્રક અને સિમેન્ટના ટેન્કર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 25 વર્ષીય ટેન્કર ચાલકનું મૃત્યુ નિપજ્યું હતું. રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતી ટ્રક સાથે સિમેન્ટ ટેન્કર અથડાયું હતું. આ અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કર્યા હતા અને મૃતદેહને પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ 'રાજકીય ષડયંત્ર હેઠળ મને ફસાવાયો', પન્નૂની હત્યાનું કાવતરું રચવા મામલે નિખિલ ગુપ્તાનું મોટું નિવેદન
મળતી માહિતી અનુસાર, પ્રાંતિજના કાટવાડ ચોકડી નજીક રાજસ્થાનથી અમદાવાદ તરફ માર્બલ લઈ જતા ટ્રકની પાછળ સિમેન્ટનું ટેન્કર ધડાકાભેર અથડાયું હતી. આ દુર્ઘટનામાં 25 વર્ષીય ટેન્કર ચાલક દિલીપ ચોકીદાર મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ટ્રક ચાલક હીરાલાલ રબારીને ઈજાઓ પહોંચતા સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

