Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Nikhil Gupta's big statement on the conspiracy to murder Pannu

'રાજકીય ષડયંત્ર હેઠળ મને ફસાવાયો', પન્નૂની હત્યાનું કાવતરું રચવા મામલે નિખિલ ગુપ્તાનું મોટું નિવેદન

Timeછેલ્લું અપડેટ : 10 Jan 2025
લાઇવ ટીવીGoogle News
'રાજકીય ષડયંત્ર હેઠળ મને ફસાવાયો', પન્નૂની હત્યાનું કાવતરું રચવા મામલે નિખિલ ગુપ્તાનું મોટું નિવેદન

ખાલિસ્તાની આતંકવાદી અને અમેરિકન મૂળના નાગરિક ગુરપતવંત સિંહ પન્નૂની હત્યાનું ષડયંત્ર રચવા મામલે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને તે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહ્યા છે. તેમણે પોતાના વિરૂદ્ધ લગાવાયેલા આરોપોને સંપૂર્ણ રીતે બનાવટી અને ષડયંત્ર ગણાવ્યા છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે, તેમને અમેરિકામાં કાઉન્સિલર એક્સેસ નથી મળી રહ્યું.

App Store

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ પદના શપથ પહેલા ટ્રમ્પ જેલમાં જશે? સુપ્રીમ કોર્ટે સજા ટાળવાની અપીલ ફગાવી

નિખિલ ગુપ્તાના વકીલે પ્રાગની કોર્ટમાં તર્ક આપ્યો હતો કે, કોર્ટે એ નક્કી કરવું જોઈએ કે તેઓ હકિકતમાં ભારતીય ગુપ્તચર સેવામાં કામ કરનારા એજન્ટ હતા કે નહીં. જેને લઈને પન્નૂનું કહેવું છે કે, તેમણે અને તેમના વકીલે આ પ્રકારની કોઈ દલીલ નથી કરી, સાથે એવા પણ તર્કો સામેલ કર્યા કે આ બંધારણીય અદાલત અને અન્ય અધિકારીઓ વચ્ચેની મિલીભગત છે.

નિખિલ ગુપ્તાએ કહ્યું- 'બધો રાજકીય સ્ટંટ છે'

નિખિલ ગુપ્તાનું કહેવું છે કે, 'આ સંપૂર્ણ કેસ ખોટી ઓળખનો મામલો છે. બીજી તરફ અમેરિકન આરોપમાં કથિત રીતે પોતાના ફોન નંબરથી મેસેજ અને વીડિયો પૂરાવા સામેલ છે. જેમાં તેઓ વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. આ પુરાવાને લઈને તેમનું કહેવું છે કે, આ બધું જ બનાવટી છે. હું એવા કોઈ વ્યક્તિ કે એજન્ટને ઓળખતો નથી. આ બધું મોટા પ્રમાણમાં માત્ર એક રાજકીય સ્ટંટનું પરિણામ છે.'

પ્રાગમાં ભારતીય એમ્બેસીના અધિકારીઓ સાથે મુલાકાતને લઈને કહ્યું કે, 'પ્રાગ એટલે ચેક રિપબ્લિકમાં મને ત્રણ વખત કાઉન્સિલર એક્સેસ મળ્યું હતું. તેમને એ પણ નથી ખબર કે તેમને મળવા કોણ આવ્યું હતું. જ્યારથી પ્રાગથી અમેરિકા લવાયા ત્યારથી કોઈ પણ કાઉન્સિલર એક્સેસ મળ્યું નથી. મારા પરિવારે તેના માટે અનેક વખત અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ નથી આપવામાં આવ્યો.'

સરકારી વકીલને લઈને શું કહ્યું?

અમેરિકામાં સરકારી વકીલની માગને લઈને નિખિલ ગુપ્તાએ કહ્યું કે, 'અમે સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા વકીલને અપીલ કરી છે, કારણ કે અમે ખાનગી વકીલ નિયુક્ત કરવાનું જોખમ ન ઉઠાવી શકીએ. આ મારા અને મારા પરિવાર માટે પહેલાથી જ એક અવિશ્વસનીય રીતે લાંબી અને થકવી દેનારી કાયદાકીય લડાઈ રહી છે, અને તેનાથી મોટું નાણાંકીય નુકસાન પહોંચ્યું છે. અમારી પાસે જે પણ પૈસા હતા, તે ચેક ગણરાજ્યમાં કેસ લડવામાં ખર્ચાઈ ગયા.'

નિખિલે કહ્યું કે, 'કોર્ટે મારા માટે 30 ઓક્ટોબરે એક વકીલની નિમણૂક કરી, પરંતુ પોતે ચકાસ્યા બાદ મને જાણવા મળ્યું કે મારા માટે નિયુક્ત કરાયેલા વકીલો પાસે ફોજદારી બચાવ અને આવા કેસોમાં જરૂરી કુશળતા અને અનુભવનો અભાવ હતો. સંપૂર્ણ આદર સાથે, તેમાંથી એક 20 ઓક્ટોબરના રોજ મારા કેસમાં નિયુક્ત થવાના માત્ર 10 દિવસ પહેલા જ ફેડરલ ડિફેન્ડર બની ગયો. હું ખરેખર ઇચ્છું છું કે શ્રેષ્ઠ વકીલ મારો બચાવ કરે, પણ હું અને મારો પરિવાર તે ખર્ચ ઉઠાવી શકતા નથી.'

વિકાસ યાદવ સાથે સંબંધ હોવાના મામલે નિખિલ ગુપ્તાએ કહ્યું કે, 'તે ખુબ જ સામાન્ય નામ વાળા વ્યક્તિ છે. હું એવા કોઈ વ્યક્તિને નથી ઓળખતો.' તેમણે એ પણ જણાવ્યું હતું કે, કેવી રીતે તેમને અમેરિકાની જેલમાં તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોણ છે નિખિલ ગુપ્તા?

અમેરિકી ન્યાય વિભાગની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા એક ભારતીય નાગરિક છે. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ આ વર્ષે 30 જૂને ચેક રિપબ્લિકના અધિકારીઓ દ્વારા ગુપ્તાની ધરપકડ કરવામાં આવી હતી. એક કથિત ભારતીય સરકારી કર્મચારી જેનું નામ દસ્તાવેજમાં નથી પરંતુ તેને CC-1 તરીકે સંબોધિત કરાયો છે. એવું કહેવાય છે કે CC-1 નિખિલ ગુપ્તા સહિત અન્ય લોકો સાથે ભારતમાં અને અન્ય સ્થળોએ અમેરિકાની ધરતી પર વકીલ અને રાજકીય કાર્યકરની હત્યાનું કાવતરું ઘડવાનું કામ કરી રહ્યો હતો. દસ્તાવેજમાં CC-1ને સુરક્ષા અને ગુપ્તચર વિભાગ સાથે સંકળાયેલી વ્યક્તિ હોવાનું વર્ણવવામાં આવ્યું છે.