મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

કન્નૌજમાં મોટો અકસ્માત, રેલ્વે સ્ટેશન નજીક ઇમારતનો લીંટલ ધરાશાયી, 36 કામદારો દટાયા

કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો. અહીં અમૃત ભારત યોજના હેઠળ રેલ્વે સ્ટેશન પાસે એ

કન્નૌજમાં મોટો અકસ્માત, રેલ્વે સ્ટેશન નજીક ઇમારતનો લીંટલ ધરાશાયી, 36 કામદારો દટાયા

કન્નૌજમાં એક મોટો અકસ્માત થયો. અહીં અમૃત ભારત યોજના હેઠળ રેલ્વે સ્ટેશન પાસે એક ઇમારત બનાવવામાં આવી રહી હતી. શનિવારે બપોરે લગભગ 2:20 વાગ્યે ઇમારતનો લીંટેલ ધરાશાયી થયો. અકસ્માત બાદ કામદારોમાં અફડાતફડી મચી ગઈ હતી. કાટમાળ નીચે લગભગ 36 કામદારો દટાયા હતા, જેમાંથી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય કામદારો હજુ પણ અટવાયેલા છે.

જેસીબીની મદદથી રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે. સમાજ કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અસીમ અરુણ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો