મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મોટો નિર્ણય! કેરળ, તમિલનાડુ સહિત 6 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મોટો નિર્ણય! કેરળ, તમિલનાડુ સહિત 6 રાજ્યોમાં નવા રાજ્યપાલની નિમણૂક

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા દેશના વિવિધ રાજ્યોના રાજ્યપાલોની બદલી તેમજ નવી નિમણૂકોને મંજૂરી આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદી અનુસાર, ૬ રાજ્યોના રાજભવનમાં મહત્વપૂર્ણ ફેરબદલ કરવામાં આવ્યા છે.

જાહેર કરાયેલી વિગતો અનુસાર થયેલી નિમણૂકો નીચે મુજબ છે:

  • ઓમ પ્રકાશ માથુર: સિક્કિમના વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરને હવે કેરળના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર: કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.

  • બ્રિજ મોહન રામ: ઓડિશાના નવા રાજ્યપાલ તરીકે બ્રિજ મોહન રામની નિમણૂક કરવામાં આવી છે.

  • ડૉ. સુધા યાદવ: કર્ણાટકના રાજ્યપાલ તરીકે ડૉ. સુધા યાદવની વરણી કરવામાં આવી છે.

  • ડૉ. ઢાલ સિંહ બિસેન: ઉત્તરાખંડના રાજ્યપાલ પદે ડૉ. ઢાલ સિંહ બિસેનની નિમણૂક કરવામાં આવી છે.

  • દુષ્યંત ગૌતમ: સિક્કિમના નવા રાજ્યપાલ તરીકે દુષ્યંત ગૌતમની પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દક્ષિણ તેમજ ઉત્તર ભારતના મહત્વના રાજ્યોના વહીવટી અને બંધારણીય વડા તરીકે નવા ચહેરાઓ જવાબદારી સંભાળશે. આ તમામ નિમણૂકો તેઓ પોતાના પદભાર ગ્રહણ કરશે તે તારીખથી અમલમાં આવશે.

આ સમાચાર શેર કરો