મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

USમાં ચાર દિવસથી ગુમ 4 ભારતીય વરિષ્ઠ નાગરિકોના મળ્યા મૃતદેહ, કાર અકસ્માતની શંકા

Indian Origin 4 People Died In USA Car Accident: અમેરિકાના પેન્સિ

USમાં ચાર દિવસથી ગુમ 4 ભારતીય વરિષ્ઠ નાગરિકોના મળ્યા મૃતદેહ, કાર અકસ્માતની શંકા

Indian Origin 4 People Died In USA Car Accident: અમેરિકાના પેન્સિલવેનિયામાં ગુમ ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હોવાનું માર્શલ કાઉન્ટી શેરિફ માઈકે ખાતરી કરી છે. ગઈકાલે શનિવારે મોડી રાત્રે માઈકે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુમ ભારતીય મૂળના ચાર વરિષ્ઠ નાગરિક ડો. કિશોર દિવાન, આશા દિવાન, શૈલેષ દિવાન અને ગીતા દિવાન ભયાનક કાર અકસ્માતમાં માર્યા ગયા છે.

તેમની આછા લીલા રંગની ટોયોટા કાર્મી બે ઓગસ્ટના રોજ રાત્રે સાડા નવ વાગ્યે વેસ્ટ વર્જિનિયાના માર્શલ કાઉન્ટીમાં આવેલા બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી મળી આવી હતી.

ચાર દિવસથી ગુમ હતાં

સૂત્રો અનુસાર, ન્યૂયોર્કના રહેવાસી આ ચાર જણ છેલ્લે 29 જુલાઈના રોજ બર્ગર કિંગ આઉટલેટ પર જોવા મળ્યા હતાં. જ્યાં તેઓએ ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ત્યારબાદ તેઓ માર્શલ  કાઉન્ટીમાં આવેલા ઈસ્કોનના ધાર્મિક સ્થળ પેલેસ ઓફ ગોલ્ડ તરફ જવા નીકળ્યા હતાં. તેઓ મંગળવારની રાત્રે ત્યાં પહોંચી જવાના હતાં. પરંતુ તેઓ પેલેસ ઓફ ગોલ્ડ પહોંચ્યા જ ન હતાં.

ફોન બંધ આવતા ગઈ શંકા

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર , ચારેય જણના ફોન 29 જુલાઈથી બંધ આવતાં તેઓ ગુમ થયા હોવાની શંકા થઈ હતી. તેમનું લાસ્ટ સિગ્નલ માઉન્ડ્સવિલેમાં જોવા મળ્યું હતું. તેમના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાતાં માર્શલ કાઉન્ટીની પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતાં.

અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી

માર્શલ કાઉન્ટીના શેરિફ માઈક ડોઘર્ટી'સ ઓફિસે નિવેદન જાહેર કર્યું હતું કે, બિગ વ્હિલિંગ ક્રીક રોડ પરથી રાત્રે 9.30 વાગ્યે તેમની કાર મળી આવી હતી. જેમાં ચારેય જણના મૃતદેહો હતાં. કારની સ્થિતિ જોતાં અકસ્માત લાગી રહ્યો હતો. જો કે, હજી અકસ્માતનું કારણ જાણી શકાયુ નથી. વધુ તપાસ હાથ ધરી અંતિમ રિપોર્ટ જાહેર કરાશે.

આ સમાચાર શેર કરો