મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

પંજાબમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 15 લોકોના મોત; આજુબાજુની ઈમારત ધસી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં મોટી દુર્ઘટના ઘટી છે. આ વિસ

પંજાબમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 15 લોકોના મોત; આજુબાજુની ઈમારત ધસી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટતાં મોટી દુર્ઘટના ઘટી છે. આ વિસ્ફોટ સાથે ફેક્ટરીમાં લાગેલી આગને પગલે નજીકની ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 15 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોરથી 130 કિમી દૂર સ્થિત ફૈસલાબાદ જિલ્લાના મલિકપુર વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં આજે સવારે એક મોટો વિસ્ફોટ થયો. ફેક્ટરીમાં રહેલું બોઈલર ફાટતા ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

વિસ્ફોટને કારણે ઇમારત ધરાશાયી થઈ

ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનર રાજા જહાંગીર અનવરે પત્રકારોને જણાવ્યું હતું કે, મલિકપુર વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં થયેલા જોરદાર બોઈલર વિસ્ફોટને કારણે નજીકની ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. એક ઈમારત ધરાશાયી થઈ.

બચાવ કામગીરી ચાલુ

ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, દુર્ઘટના સ્થળેથી બચાવ ટીમોએ અત્યાર સુધીમાં કાટમાળમાંથી 15 મૃતદેહો બહાર કાઢ્યા છે. 7 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કાટમાળ નીચે વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ ટીમો કાટમાળ દૂર કરવામાં રોકાયેલી છે. સમગ્ર જિલ્લા તંત્ર બચાવ કાર્યમાં જોડાયું છે.

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો

પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કેમિકલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં મૃત્યુ પામનારા અંગે દુઃખ વ્યક્ત કર્યું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરી. ફૈસલાબાદ કમિશનર પાસેથી ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

આ સમાચાર શેર કરો