VIDEO: 'કોલ્ડપ્લે' કોન્સર્ટમાં કેમેરામેને કરી દીધો ખેલ, ગર્લફ્રેન્ડ સાથે રંગરેલિયા મનાવતા CEOનો ભાંડો ફૂટ્યો
સોશિયલ મીડિયામાં ઘણાં પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વખત એવા વીડિયો પણ હોય છે જ

સોશિયલ મીડિયામાં ઘણાં પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વખત એવા વીડિયો પણ હોય છે જે લોકોની જિંદગીના પત્તા બદલી નાંખે છે. લોકોને ખબર પણ નથી હોતી કે તેમની સાથે શું થઈ ગયું. હાલમાં જ બોસ્ટનના ગિલેટ સ્ટેડિયમમાં પ્રખ્યાત બેંડ 'કોલ્ડપ્લે'નો કોન્સર્ટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બેંડના સીંગર ક્રિસ માર્ટિને કિસ કૈમ ગેમ શરૂ કરી દીધી. જેમાં કેમેરો હજારોના ટોળામાં કોઈ એક કપલ ઉપર સ્થિર થઈ જાય છે. આ કપલે કેમેરા સામે કિસ કરવાની હોય છે.
ક્રિસ માર્ટિને ગેમ શરૂ કરતાં સ્ટેડિયમમાં કેમેરો ફર્યો અને આ કેમેરા સામે એક મોટી કંપનીના CEO અને તેમની ગર્લફ્રેન્ડ ઉપર જઈને અટકી ગયો. ક્રિસ માર્ટિને મજાકમાં બંનેને કંઈક કહ્યું અને સીઈઓની ગર્લફ્રેન્ડે હાથથી મોં છુપાવી દીધું. અને સીઈઓ સ્ટેજથી નીચે ઉતરી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/PopBase/status/1945847414801264788
સીઈઓનું કંપનીના કર્મચારી સાથે અફેર
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં કિસ કેમ ગેમમાં જે કપલ જોવા મળ્યા હતા તે ડેટા-સોફ્ટવેર કંપની એસ્ટ્રોનોમરના સીઈઓ એન્ડી બાયર્ન અને તે જ કંપનીના એચઆર ઓફિસર ક્રિસ્ટિન કેબોટ હતા. અને બંનેનું અફેર ચાલતું હતું. જ્યારે કોલ્ડપ્લે કોન્સર્ટમાં કેમેરા પર્સને તેમની તરફ કેમેરા ફેરવ્યો તો ક્રિસ્ટિન કેબોટે પોતાને છુપાવવા માટે હાથથી ચહેરો ઢાંકી દીધો. અને એન્ડી બાયર્ન દૂર ખસીને નીચે છુપાઈ ગયો. કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન આ વાયરલ વીડિયો દ્વારા બંનેનું અફેર જાહેર થયું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે ડેટા-સોફ્ટવેર કંપની Astronomerના સીઈઓ એન્ડી બાયર્ન પરિણીત છે અને તેમની પત્ની મેગન કેરીગન બાયર્ન સાથે તેમને બે બાળકો છે. પરંતુ તેમ છતાં કંપનીના એચઆર ઓફિસર ક્રિસ્ટિન કેબોટ સાથે એક કોન્સર્ટમાં જોવા મળ્યા હતા. જેણે બંનેના અફેર પર મહોર લગાવી દીધી હતી. એન્ડી બાયર્ન સાથે જોવા મળતી ક્રિસ્ટિન કેબોટના વર્ષ 2022 માં તેના પતિથી છૂટાછેડા થઈ ગયા છે. જ્યારે એન્ડી બાયર્ન હજુ પરિણીત છે. જેને લીધે આ વીડિયો વધુ વાયરલો થયો છે.








