મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ;ચાર લોકોના મોત

અમેરિકામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન અચાનક ક્રેશ થયું હતું. હવામાં ઉડતું પ્લેન આગનો ગોળો બ

અમેરિકામાં વધુ એક વિમાન દુર્ઘટના: મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ;ચાર લોકોના મોત

અમેરિકામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ વિમાન અચાનક ક્રેશ થયું હતું. હવામાં ઉડતું પ્લેન આગનો ગોળો બની ગયું છે. આ ઘટનામાં 4 લોકો જીવતા સળગી ગયા છે. આ દુર્ઘટના ઉત્તરી એરિઝોનામાં નવાઝો નેશનમાં બની હતી. વિમાનમાં 2 પાયલોટ અને 2 હેલ્થકેર વર્કસ હાજર હતા જેમના મોત થયા છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, બીચક્રાફ્ટ કિંગ એર 300 વિમાને મંગળવારે ન્યૂ મેક્સિકોના અલ્બુકર્કથી ઉડાન ભરી હતી. ફિનિક્સે લગભગ 300 માઇલ દૂર ચિનલે એરપોર્ટ પાસે વિમાન અચાનક ક્રેશ થયું હતું.

લેન્ડિંગ પહેલા વિમાન થયું ક્રેશ

પોલીસ કમાન્ડર એમ્મેટ યાજી નકે અનુસાર, વિમાન લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યુ હતું ત્યારે કંઇક ગડબડ થતા વિમાન હવામાં ક્રેશ થયું હતું. ચિનલેમાં એક દર્દીની સ્થિતિ ગંભીર હતી અને આ વિમાન તેન લેવા માટે જ ચિનલે રવાના થયું હતું. જોકે, રસ્તામાં જ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

પ્લેન ક્રેશનું કારણ સ્પષ્ટ નથી

ટ્રાઇબલ ઓથોરિટી અનુસાર બપોરે લગભગ 12.44 વાગ્યે વિમાનમાંથી ધુમાડો નીકળ્યો હતો અને વિમાન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના 

આ પ્રથમ વખત નથી જ્યારે અમેરિકામાં આ રીતની દુર્ઘટના જોવા મળી છે. આ પહેલા પણ જાન્યુઆરીમાં ફિલાડેલ્ફિયામાં એક મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું જેમાં 8 લોકોના જીવ ગયા હતા. વિમાનનું વોઇસ રેકોર્ડર કામ કરતું નહતું, જેને કારણે આ દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી.

આ સમાચાર શેર કરો