અમેરિકામાં મોટો કાર અકસ્માત, 20થી વધુ ઈજાગ્રસ્ત-5ની હાલત ગંભીર
અમેરિકાના લોસ એન્જલસમાં એક અનિયંત્રિત કારે ભીડને અડફેટે લીધી હતી. એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુ

અમેરિકાના લોસ એન્જલસમાં એક અનિયંત્રિત કારે ભીડને અડફેટે લીધી હતી. એજન્સીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઓછામાં ઓછા 20- 25 લોકો ઘાયલ થયા છે, જેમાં પાંચની હાલત અતિ ગંભીર છે.
લોસ એન્જલસના હોલીવુડના સાન્ટા મોનિકા બુલવર્ડ પર રાત્રે બે વાગ્યાની આસપાસ અચાનક એક હાઇ સ્પીડ કારે ભારે તબાહી મચાવી દીધી. ઘટના બાદ અંધાધૂંધી મચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભીડમાં કાર ઘુસાડનાર વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી.
માહિતી અનુસાર, ઘટના પછી તરત જ ઓછામાં ઓછા 100 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કારનો ડ્રાઇવર બેભાન થયા બાદ એક નાઈટ ક્લબમાં ઘૂસી ગઈ હતી. જે વિસ્તારમાં આ ઘટના બની હતી ત્યાં ઘણા હોલીવુડ સ્ટાર્સના ઘર છે.






