મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO : ટ્રમ્પ માટે તારાજી સર્જી રહ્યું છે યુદ્ધ, 20 હજાર ડોલરનું ડ્રોન તોડવા અમેરિકા છોડે છે 40 લાખની મોંઘી મિસાઈલ

પશ્ચિમ એશિયામાં અત્યારે ભારે તણાવની સ્થિતિ છે. અમેરિકન પ્રમુખ અને ને

તસવીર: google

પશ્ચિમ એશિયામાં અત્યારે ભારે તણાવની સ્થિતિ છે. અમેરિકન પ્રમુખ અને નેતન્યાહૂની સેના સામે આયતુલ્લા અલી ખામેનેઈના ઈરાન વચ્ચે ચાલી રહેલા આ જંગનો આજે પાંચમો દિવસ છે. આ લડાઈ હવે એવા વળાંક પર આવી ગઈ છે કે જ્યાં હથિયારો કોના વહેલા પૂરા થશે, તેના પર જીતનો દારમોદાર છે. જોકે, અમેરિકાની પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ આ હુમલાઓને રોકવામાં 90% સફળ રહી છે, પરંતુ અહીં આર્થિક ગણિત ચિંતાજનક છે. ઈરાનનું એક ડ્રોન માત્ર 20 હજાર ડોલરનું છે, જ્યારે તેને તોડી પાડવા માટે અમેરિકાએ 40 લાખ ડોલરની મોંઘી મિસાઈલ છોડવી પડી રહી છે.  આ તફાવત લાંબા ગાળે અમેરિકા અને ઈઝરાયલ માટે મોટો પડકાર બની શકે છે. આ યુદ્ધમાં જે દેશ લાંબો સમય ટકી રહેશે તેની વ્યૂહનીતિ સફળ ગણાશે.

ઈરાન સતત ઈઝરાયલ અને ખાડી દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય અડ્ડાઓ પર ડ્રોન હુમલા કરી રહ્યું છે. ખાસ કરીને બહેરીનથી લઈને અબુ ધાબી સુધી ઈરાનના 'શાહિદ-136' જેવા આત્મઘાતી ડ્રોને ભારે તબાહી મચાવી છે.  આ તફાવત લાંબા ગાળે અમેરિકા અને ઈઝરાયલ માટે મોટો પડકાર બની શકે છે. આ યુદ્ધમાં જે દેશ લાંબો સમય ટકી રહેશે તેની વ્યૂહનીતિ સફળ ગણાશે.

શું બંને દેશો પાસે હથિયારો ખૂટી જશે?

નિષ્ણાતોનું માનવું છે કે જો આ જ ઝડપે યુદ્ધ ચાલશે, તો આગામી થોડા દિવસો કે અઠવાડિયામાં ઈરાન અને અમેરિકા બંને પાસે હથિયારોની અછત સર્જાઈ શકે છે. ઈરાન અત્યાર સુધીમાં 1,200થી વધુ મિસાઈલ અને ડ્રોન છોડી ચૂક્યું છે. એવું મનાય છે કે ઈરાન જાણીજોઈને સસ્તા ડ્રોન વાપરી રહ્યું છે જેથી દુશ્મન દેશોની મોંઘી મિસાઈલો ખર્ચાઈ જાય અને તેમની વ્યૂહનીતિ મુજબ જ્યારે મિસાઈલો ખૂટી જાય ત્યારે મોટું દબાણ ઊભું કરી શકાય. બીજી તરફ, ઈઝરાયલનો દાવો છે કે તેણે ઈરાનના 150થી વધુ મિસાઈલ લોન્ચર નષ્ટ કરી દીધા છે. જોકે, ઈરાનના વિદેશ મંત્રીનું કહેવું છે કે તેમની સેના પૂરી તાકાતથી લડી રહી છે.

અમેરિકા અને ઈઝરાયલ પર વધતું દબાણ

આ યુદ્ધમાં અમેરિકા પણ દબાણ હેઠળ દેખાઈ રહ્યું છે. સંરક્ષણમંત્રી પીટ હેગસેથે સંકેત આપ્યો છે કે આ જંગ ઈરાક જેવી લાંબી નહીં ચાલે. શરૂઆતના હુમલાઓમાં જ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ નબળી પડી ગઈ છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયલના વિમાનો ઈરાની આકાશમાં મુક્તપણે ફરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો પડકાર એ છે કે જો આ રીતે જ ગોળા-બારૂદ વપરાતો રહ્યો, તો થોડા જ સમયમાં બંને પક્ષો પાસે બચાવ કે હુમલા માટે પૂરતા સાધનો નહીં રહે. ઈરાનના સર્વોચ્ચ નેતા પહેલા જ ચેતવણી આપી ચૂક્યા છે કે જો અમેરિકા હુમલા બંધ નહીં કરે તો આખા પશ્ચિમ એશિયામાં આગ લાગી જશે, જેમાં સાઉદી અરેબિયા અને પેલેસ્ટાઈન જેવા દેશો પર પણ તેની અસર પડી શકે છે.

આ સમાચાર શેર કરો