મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમેરિકા/ બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોનાં મૃત્યુ, ડઝનથી વધુ ઈજાગ્રસ્ત 

અમેરિકાના અલાબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામ

અમેરિકા/ બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોનાં મૃત્યુ, ડઝનથી વધુ ઈજાગ્રસ્ત 

અમેરિકાના અલાબામાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં બર્મિંગહામમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું કે અધિકારીઓએ આ મામલે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. 

બર્મિંગહામ પોલીસે માહિતી આપી

બર્મિંગહામ પોલીસ વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'અનેક લોકોને ગોળી વાગતાં અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.' આ ફાયરિંગની ઘટના શહેરના ફાઈવ પોઈન્ટ સાઉથ વિસ્તારમાં બની હતી. અહેવાલો અનુસાર, ફાયરિંગમાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને ડઝનેક ઈજાગ્રસ્ત થયા છે.

આ સમાચાર શેર કરો