દુનિયાનો 150 વખત નાશ કરી શકીએ તેટલા પરમાણુ શસ્ત્રો અમેરિકા પાસે, ટ્રમ્પે રશિયા-ચીનનાં અણુ પરિક્ષણોની ટીકા કરી
પરમાણુ બોંબ પ્રયોગો શરૂ કરવાનો પ્રમુખ ટ્રમ્પે ફરી આદેશ આપ્યો છે. તેનું કારણ જણાવતાં

પરમાણુ બોંબ પ્રયોગો શરૂ કરવાનો પ્રમુખ ટ્રમ્પે ફરી આદેશ આપ્યો છે. તેનું કારણ જણાવતાં કહ્યું છે કે રશિયા અને ચીન પાસે પણ ઘણા જ પરમાણુ શસ્ત્ર હોવાથી આ આદેશ આપવો પડયો છે. પ્રમુખે કહ્યું હતું કે, રશિયા અને ચીન બંને પરમાણુ શસ્ત્ર પ્રયોગો કરતાં જ રહે છે, પરંતુ તે જાહેર કરતા નથી. જો કે, આપણી પાસે દુનિયાના કોઈ પણ દેશ કરતાં વધુ પરમાણુ શસ્ત્રો છે, છતાં મને લાગે છે કે આપણે કશું કરવું જોઈએ.
અમેરિકા પાસે રૂસ-ચીનને પહોંચી વળે તેવા પરમાણુ શસ્ત્રો
ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે દુનિયાને ૧૫૦ વખત નાશ કરી શકે તેટલા પરમાણુ શસ્ત્રો આપણી પાસે છે. અમેરિકા કંઈ એક માત્ર દેશ નથી કે જે પરમાણુ શસ્ત્ર પ્રયોગ કરનારૂ છે. રશિયા અને ચીન પણ પરમાણુ શસ્ત્રના પ્રયોગો (ભૂગર્ભમાં) કરી રહ્યાં છે, પરંતુ તેઓ તે જાહેર કરતા નથી. પરંતુ આપણી પાસે તેમને પહોંચી વળે તેવા પરમાણુ તથા અન્ય શસ્ત્રો છે.
અત્યારે અમેરિકા પાસે LGM - 30G -મિનિટમને - (૧૨મો બેક) ૪૦૦ મિસાઇલ્સ છે. જે વ્યોનિંગ મોન્ટાના અને નોર્થ ડેકોટામાં સિવોઝ (મિસાઇલ) સમયના નળાકારો રખાયા છે. તે પરમાણુ શસ્ત્રનું વહન કરી શકે તેવા વોર હેડઝ ધરાવે છે. (ડબલ્યુ-૭૮, ડબલ્યુ-૮૭) તેની પ્રહાર ક્ષમતા ૧૩૦૦૦ કીમી છે.
અમેરિકા પાસે છે અત્યાધુનિક હથિયારો
અમેરિકા પાસે ઓહાયો કવાક ૧૪ ન્યુકિલયર સબમરીન છે. તે દરેક અત્યાધુનિક ૨૦ મિસાઇલ્સ લઈ જઈ શકે તેમ છે. તે દરેક મિસાઇલ સ્વતંત્ર રીતે જ મલ્ટીપલ ઇન્ડીપેન્ડન્ટલી ટાર્ગેટસ, રી-એન્ટ્રી વ્હીકલ્સમાંથી વહેતા મુકી શકાય તેમ છે. તેની રેન્જ ૧૨૦૦૦ કિમી છે. આ સાથે અમેરિકાની સેના, નેવી અને એરફોર્સ પાસે અત્યાધુનિક હથિયારો છે. જે કોઈ પણ મોટા દેશને ગણતરીની મિનિટોમાં જ દુનિયાના નકશામાંથી ભૂંસી શકે છે.






