મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

આલ્બેનિયામાં AI ને અપાયું મંત્રીપદ, ભ્રષ્ટાચાર રોકવા કરાયો નવો પ્રયોગ

AI આવ્યા બાદથી જ ધીમે ધીમે દુનિયા બદલાઈ રહી છે. કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો ભય છે

આલ્બેનિયામાં AI ને અપાયું મંત્રીપદ, ભ્રષ્ટાચાર રોકવા કરાયો નવો પ્રયોગ

AI આવ્યા બાદથી જ ધીમે ધીમે દુનિયા બદલાઈ રહી છે. કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો ભય છે જ્યારે કેટલાકનો દાવો છે કે AIની મદદથી કામ સરળ થશે. AIને લઈને દુનિયા હજુ અસમંજસમાં છે ત્યારે આલ્બેનિયામાં AIને મંત્રી પદ આપવામાં આવ્યું છે. ભ્રષ્ટાચાર રોકવા માટે આલ્બેનિયાની સરકારે આ નવતર પ્રયોગ કર્યો છે. 

12 સપ્ટેમ્બર આલ્બેનિયાના વડાપ્રધાન એ ડી રામાએ પોતાની કેબિનેટમાં AI મંત્રીને સામેલ કર્યા. AI મંત્રીને ડિએલા નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે સૂર્ય. 

સરકારી ટેન્ડરની પ્રક્રિયા પર નજર રાખશે AI મંત્રી 

AI મંત્રી ડિએલાને ભ્રષ્ટાચાર રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. આલ્બેનિયાના વડાપ્રધાને કહ્યું છે કે AI મંત્રી પબ્લિક ફંડિંગ પ્રોજેક્ટ્સ તથા સરકારી ટેન્ડરો પર નજર રાખશે. તેમનો વાયદો છે કે AIની મદદથી ટેન્ડરમાં 100 ટકા ભ્રષ્ટાચાર નાબૂદી કરવામાં આવશે. 

લાંચ રૂશ્વત ખતમ થાય તેવી આશા 

નોંધનીય છે કે 2025ની શરૂઆતમાં જ e-Albania નામના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ પર ડિએલાને લોન્ચ કરવામાં આવી હતી. આ પ્લેટફોર્મ પર તેઓ પારંપરિક પોશાકમાં લોકોને વેબસાઈટનો ઉપયોગ કેમ કરવો તેની માહિતી આપતી. એવામાં સરકારી ટેન્ડરની પસંદગીની પ્રક્રિયામાં AIને સામેલ કરવાથી લાંચ, રૂશ્વત તથા પક્ષપાત સમાપ્ત થઈ જશે. 

આ સમાચાર શેર કરો