VIDEO: કેનેડામાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ કરતા થિયેટરને બનાવ્યું નિશાન, પેટ્રોલ છાંટી કરી આગચંપી
કેનેડાથી ફરી એકવાર ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઓ

કેનેડાથી ફરી એકવાર ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અહીં ઓકવિલમાં એક થિયેટરને નિશાન બનાવવામાં આવી હતી જ્યાં ભારતીય ફિલ્મો રિલીઝ કરવામાં આવતી હતી. આ જ કારણે થિયેટરને સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
શું છે મામલો?
આ ઘટના 2-3 ઓક્ટોબરે થયો હતો. બે હુમલાખોરો આ દરમિયાન ફાયરિંગ કરવાની સાથે સાથે પેટ્રોલ છાંટીને થિયેટરને બાળી નાખવાની કોશિશ કરતા કેમેરામાં કેદ થયા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ હુમલા પાછળ ખાલિસ્તાનીઓનો હાથ હોઈ શકે છે. જોકે એ તપાસનો વિષય છે. હાલમાં ઘટનાને ધ્યાનમાં રાખી થિયેટરમાં ભારતીય ફિલ્મોનું સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું.
કેનેડાની થિયેટરમાં આગચંપી
કેનેડાના ઓકવિલમાં આવેલી Film.Ca Cinemas ના ગેટ પર 3 ઓક્ટોબરે હુમલાખોરો કેમેરામાં પેટ્રોલ છાંટતા અને આગ લગાવતા કેદ થયા હતા. હુમલો સવારે લગભગ 5:20 વાગ્યે કરાયો હતો. બે હુમલાખોરો લાલ ગેસ કેન હાથમાં લઈને આગ લગાવતા દેખાઈ રહ્યા છે. તેમણે બહારથી આગચંપી કરી હતી. સદભાગ્યે સિનેમાઘરની ઈમારતને ભારે નુકસાન થયું હતું અને આગ અંદર સુધી ફેલાઈ શકી નહોતી. બંને હુમલાખોરો કાળા કપડાં પહેરીને આવ્યા હતા અને હુમલો કરીને બંને ભાગી ગયા હતા.








