મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

ચીનમાં અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી: 26000 ફૂટ નીચે આવી ફ્લાઇટ, 191 મુસાફર હતા સવાર

ચીનમાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બનતા રહી ગઇ છે.ચીનના શાંઘાઇથ

ચીનમાં અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી: 26000 ફૂટ નીચે આવી ફ્લાઇટ, 191 મુસાફર હતા સવાર

ચીનમાં અમદાવાદ જેવી જ વિમાન દુર્ઘટના બનતા રહી ગઇ છે.ચીનના શાંઘાઇથી જાપાનના ટોક્યો જતી જાપાન એરલાઇન્સની ફ્લાઇટ અચાનક નીચે આવવા લાગી હતી.  માત્ર 10 મિનિટમાં ફ્લાઇટ 26000 ફૂટ નીચે આવી ગઇ હતી જેને કારણે વિમાનમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, જાપાન એરલાઇન્સની ફ્લાઇટ બોઇંગ 737 દુર્ઘટનાનો શિકાર બનતા રહી ગઇ હતી. આ વિમાનમાં 191 મુસાફર સવાર હતા. વિમાને કનસાઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ

ઘટના દરમિયાન વિમાન 36000 ફૂટની ઉંચાઇ પર ઊડતું હતું. જોકે, અચાનક વિમાને સંતુલન ગુમાવ્યું હતું અને માત્ર 10 મિનિટમાં આ વિમાન 26000 ફૂટ નીચે આવી ગયું હતું. જમીનથી 10,500 ફૂટની ઊંચાઇ પર પહોંચતા જ પાયલોટે કોઇ રીતે વિમાન પર કાબુ મેળવી લીધો હતો અને ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

લોકોમાં ડરનો માહોલ

ઘટના દરમિયાન ક્રુ મેમ્બર્સે મુસાફરોને પોતાનો ઓક્સીજન માસ્ક પહેરવા જણાવી દીધુ હતું. જોકે, તમામને લાગ્યું કે હવે આ પ્લેન ક્રેશ થઇ જશે. એવામાં મુસાફરોએ ડરને કારણે ઓક્સીજન માસ્ક કાઢીને ફેકી દીધો હતો. વિમાનનું કોઇ રીતે સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયા પર એક મુસાફરે પોતાનો અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું, "મારૂ શરીર અહીં છે પરંતુ મને હજુ સુધી વિશ્વાસ નથી થતો કે હું જીવિત છું. મારા પગ કાંપી રહ્યાં છે. જ્યારે તમે જીવન અને મોતને આટલા નજીકથી જોઇ હોય તો તેની આગળ બધુ ફિકુ લાગે છે."

અમદાવાદમાં ક્રેશ થયું હતું વિમાન

મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં 12 જૂને લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન AI171 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 સહિત 275 લોકોના મોત થયા હતા.આ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.

આ સમાચાર શેર કરો