મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી! RAT એક્ટિવ કરી AIR India ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયાની અમૃતસરથી બર્મિઘહામ જતી ફ્લાઇટ AI117નું બ્રિટ

અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી! RAT એક્ટિવ કરી AIR India ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયાની અમૃતસરથી બર્મિઘહામ જતી ફ્લાઇટ AI117નું બ્રિટનમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર ઈન્ડિયાની અમૃતસરથી બર્મિંઘમ જઈ રહેલી ફ્લાઈટ AI117નું ઈમરજન્સી રેમ એર ટર્બાઈન લેન્ડિંગ (RAT) પહેલાં જ અચાનક આપોઆપ એક્ટિવ થઈ જતાં બ્રિટનમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યું હતું. જો કે, સદનસીબે તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત છે.  

એર ઇન્ડિયાએ શું કહ્યું?

એર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું, "ફ્લાઇટ AI117ના સંચાલન દળે બર્મિગહામ પહોંચ્યા પહેલા RAT ડિપ્લૉયમેન્ટને નોટિસ કર્યું હતું. તમામ વિદ્યુત અને હાઇડ્રોલિક માનક સામાન્ય હતા અને વિમાને સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું." કંપનીએ જણાવ્યું કે વિમાનને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે અને ફ્લાઇટ AI114 (બર્મિગહામથી દિલ્હી)ને રદ કરવામાં આવી છે. પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

શું હોય છે RAT?

રેમ એર ટર્બાઇન (Ram Air Turbine) એક ઇમરજન્સી ઉપકરણ છે જે વિમાનમાં એન્જિન અથવા મુખ્ય વીજળી પુરવઠો ફેલ થવાની સ્થિતિમાં હવાની શક્તિથી વીજળી અને હાઇડ્રોલિક દબાણ ઉભુ કરે છે. આ સિસ્ટમ ખાસ કરીને માત્ર ગંભીર ઇમરજન્સી સ્થિતિમાં જ સક્રિય થાય છે.

અમદાવાદ જેવી મોટી વિમાન દુર્ઘટના ટળી

મહત્ત્વપૂર્ણ છે કે આ મોડલ (Boeing 787-8 Dreamliner)ના વિમાનમાં આ વર્ષે જૂનમાં અમદાવાદમાં વિમાન દુર્ઘટના દરમિયાન પણ RAT સક્રિય થયું હતું. તે ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ઇંધણ ના પહોંચતા એન્જિન બંધ થયા હતા જેને કારણે ઇમરજન્સી તંત્ર સક્રિય થયું હતું.

આ સમાચાર શેર કરો