મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

બ્રિટનમાં 2 વૃદ્ધ શીખો પર હુમલો, પાઘડી જમીન પર ફેંકી દીધી; વાયરલ વીડિયો પર વિવાદ

બ્રિટનમાં 3 કિશોરોએ મળીને 2 શીખો પર હુમલો કર્યો હતો. આ નસ્લવાદી હુમલો વૉલ્વરહેમ્પ્ટનના એક રેલવે સ્ટેશનની બહાર થયો હતો. આ

બ્રિટનમાં 2 વૃદ્ધ શીખો પર હુમલો, પાઘડી જમીન પર ફેંકી દીધી; વાયરલ વીડિયો પર વિવાદ

બ્રિટનમાં 3 કિશોરોએ મળીને 2 શીખો પર હુમલો કર્યો હતો. આ નસ્લવાદી હુમલો વૉલ્વરહેમ્પ્ટનના એક રેલવે સ્ટેશનની બહાર થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં પીડિત જમીન પર પડેલા જોવા મળે છે અને હુમલાખોર તેમણે વારંવાર લાત મારી રહ્યા છે. આ હુમલા દરમિયાન શીખ પુરૂષોની પાઘડી ઉતરી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે 3 કિશોરોની ધરપકડ કરવામાં આવી છે પરંતુ પછી તેમણે જામીન પર છોડવામાં આવ્યા હતા.

સુખબીર બાદલે વિદેશ મંત્રીને કરી અપીલ

આ ઘટનાને લઇને ભારતના શીખ સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે વિદેશ મંત્રી એસ.જયશંકરને અપીલ કરી છે કે તે બ્રિટન સરકાર સામે આ મુદ્દો ઉઠાવે જેથી તે દેશમાં રહેતા શીખ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

સુખબીર બાદલે વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, હું બ્રિટનના વૉલ્વરહેમ્પ્ટનમાં 2 વૃદ્ધ શીખ પુરૂષો પર થયેલા હુમલાની ટીકા કરૂ છું, જેમાં એક શિખની પાઘડી બળજબરી ઉતારી દેવામાં આવી. આ નસ્લવાદી નફરતનો નિશાનો શીખ સમુદાય છે, જે હંમેશા સરબત દા ભલા (સૌનું ભલું) ઇચ્છે છે. શીખ સમુદાય તેની ઉદારતા અને કરૂણા માટે જાણીતો છે અને તેઓ સમગ્ર વિશ્વમાં સુરક્ષા અને સમ્માનના હકદાર છે.

બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે શું કહ્યું?

ઘટનાની તપાસ કરતી બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે કહ્યું કે આ રીતનો વ્યવહાર સહન કરી નહીં શકાય. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે રેલવે નેટવર્ક પર આ રીતનો વ્યવહાર સહન નહીં કરીયે અને અમે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

આ સમાચાર શેર કરો