VIDEO:ભ્રષ્ટાચારી મેયરના ઘરેથી મળ્યું 13.5 ટન સોનું, 23 ટન કેશ જોઈને ઉડી જશે હોશ
સોનાના અત્યારે ભાવ જે રીતે ઊંચા જઈ રહ્યા છે તે જોતાં કોઈને કહેવામાં આવે કે એક વ્યક્તિ પાસેથી 13.5 ટન સોનું

સોનાના અત્યારે ભાવ જે રીતે ઊંચા જઈ રહ્યા છે તે જોતાં કોઈને કહેવામાં આવે કે એક વ્યક્તિ પાસેથી 13.5 ટન સોનું મળ્યું છે. સાંભળીને ચોંકી જશો. પરંતુ ભ્રષ્ટાચારી મેયરે એટલું બધું સોનું અને રોકડ ભેગી કરી કે તમને આશ્ચર્ય થશે. રેડ કરનારી ટીમોએ મેયરના ઘરની તપાસ કરી અને 13.5 ટન સોનું, 23 ટન રોકડ જેમાં અબજો ડોલરના મૂલ્યની નોટો મળી આવી છે.સાથે અનેક લક્ઝરી વાહનો મળ્યા છે. ભ્રષ્ટાચારના આરોપી આ મેયરને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. આ ઘટના ચીનના કડક ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો એક ભાગ હતી. જેણે બધાને ચોંકાવી દીધા છે.
13.5 ટન શુદ્ધ સોનાની ઇંટો
ચીનના સમાચાર પત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કેસ હાઇકોઉ શહેરના પૂર્વ મેયર સાથે સંકળાયેલ છે, જેમનું નામ ઝાંગ ક્વિ બતાવવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓએ તેમના ઘરે દરોડા પાડ્યા અને ગુપ્ત બેઝમેન્ટમાંથી 13.5 ટન શુદ્ધ સોનાની ઇંટો અને બાર જપ્ત કર્યા. વધુમાં અબજો ડોલરની ચલણી નોટો સહિત 23 ટનની રોકડ મળી આવી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે, આ ભ્રષ્ટાચારી મેયરની ચીન અને વિદેશમાં અનેક લક્ઝરી પ્રોપર્ટી, મોંઘી હોટલો, વિલા અને ઉચ્ચ કક્ષાની કારનો કાફલો પણ જપ્ત કર્યો છે. તેમની સંપત્તિનું કુલ મૂલ્ય અબજો ડોલર હોવાનો અંદાજ છે.
મેયરે કેવી રીતે અઢળક સંપત્તિ એકઠી કરી
તપાસ એજન્સીઓ અનુસાર મેયરે મુખ્યત્વે સરકારી કરારો, જમીન સોદાઓ અને બાંધકામ પ્રોજેક્ટ્સ સંબંધિત લાંચ દ્વારા આ સંપત્તિ એકઠી કરી હતી. મેયરે તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરી મોટા પ્રમાણમાં લાંચ લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, મેયરે આ પૈસા વિદેશી બેંક ખાતાઓ અને શેલ કંપનીઓ દ્વારા પણ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચીનની કોર્ટે તેમને ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ અને જાહેર ભંડોળના દુરુપયોગના આરોપમાં દોષિત ઠેરવ્યા અને મૃત્યુદંડની સજા સંભળાવી. કોર્ટે કહ્યું કે, આ ગુનો સમાજ માટે અત્યંત ગંભીર છે અને આરોપી સામે કોઈ પ્રકારની નરમાઈ દાખવવામાં નહીં આવે.
ભ્રષ્ટ મેયરને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના "શૂન્ય સહિષ્ણુતા" ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા હાઈપ્રોફાઇલ લશ્કરી અધિકારીઓની ધરપકડ અને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઘણા લોકોની તપાસ ચાલુ છે. આ ખુલાસાથી માત્ર ચીનમાં જ ખળભળાટ મચી ગયો નથી પરંતુ વિશ્વભરમાં ચર્ચાનો વિષય પણ બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે એક મેયર આટલી મોટી સંપત્તિ કેવી રીતે ભેગી કરી શકે છે. આ ઘટના ભ્રષ્ટાચારની કેટલો ઊંડો વ્યાપી ગયો છે. તેની સામે ચીની સરકારની સખ્ત કાર્યવાહીનો નમૂનો છે.






