મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

હોંગકોંગમાં લાગેલી આગમાં 128 લોકોના મોત, 76 ઈજાગ્રસ્ત-200થી વધુ ગુમ

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં બુધવારે લાગેલી આગમાં ૧૨૮ લોકોના મોત થયાનું સામે આવ્

હોંગકોંગમાં લાગેલી આગમાં 128 લોકોના મોત, 76 ઈજાગ્રસ્ત-200થી વધુ ગુમ

હોંગકોંગના તાઈ પો જિલ્લામાં એક રહેણાંક સંકુલમાં બુધવારે લાગેલી આગમાં ૧૨૮ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. 76 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાંથી ઘણાની હાલત અતિ ગંભીર છે. જેને લીધે મોતનો આંક હજુ વધી શકે છે. જ્યારે 200થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. સરકારે આ ઘટનાની ફોજદારી તપાસ શરૂ કરી છે.

આ ઘટનામાં પોલીસે કોન્ટ્રાક્ટર અને બે અધિકારીઓની ધરપકડ કરી છે, કારણ કે તેમણે નિયમો અનુસાર ન હોય તેવી સામગ્રીનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો.

સંકુલમાં જુલાઈ 2024થી બાંધકામ ચાલી રહ્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે, સ્ટાયરોફોમ જેવી જ્વલનશીલ સામગ્રી અને બહાર લાગેની ગ્રીન નેટના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આ કારણે બિલ્ડિંગમાં ઝડપથી આગ ફેલાઈ હતી.

તમામ જાહેર આવાસ પ્રોજેક્ટ્સની તપાસ કરવામાં આવશે

હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લી કા-ચીઉએ જણાવ્યું છે કે વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગનું કારણ જાણવા માટે તમામ જાહેર આવાસ પ્રોજેક્ટ્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો