મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

શું રિષભ પંતને નહીં મળે પૂરા 27 કરોડ રૂપિયા? IPL ફીમાંથી કપાશે આટલી રકમ

IPL 2025ની મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર્સનો દબદબો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ખેલાડીઓ પર

શું રિષભ પંતને નહીં મળે પૂરા 27 કરોડ રૂપિયા? IPL ફીમાંથી કપાશે આટલી રકમ

IPL 2025ની મેગા ઓક્શનમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર્સનો દબદબો રહ્યો હતો. ટીમ ઈન્ડિયાની બહાર રહેલા ખેલાડીઓ પર પણ ટીમોએ ઘણા પૈસા ખર્ચ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સે સ્ટાર વિકેટકીપર રિષભ પંત પર ખજાનો ખોલ્યો હતો. તેણે 27 કરોડ રૂપિયાની જોરદાર બોલી લગાવીને તેને ટીમમાં સામેલ કર્યો છે. LSGના માલિક સંજીવ ગોએન્કાએ બેઝ પ્રાઈસથી બિડિંગની શરૂઆત કરી હતી અને અંત સુધી બિડિંગ ચાલુ રાખ્યું હતું. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંત માટે RTMનો ઉપયોગ કર્યો ત્યારે LSGએ 27 કરોડની બોલી લગાવી હતી.

આ પણ વાંચો: CSKથી અલગ થયા બાદ ભાવુક થયો આ ફાસ્ટ બોલર, કહ્યું- 'ધોની ભાઈની યાદ આવશે'

લખનૌ સુપર જાયન્ટ્સ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પણ રિષભને પોતાની ટીમમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બોલી 11 કરોડ રૂપિયા સુધી પહોંચી તો વિરાટ કોહલીની ટીમે હાર માની લીધી. આ પછી સનરાઈઝર્સ હૈદરાબાદ યુદ્ધમાં ઉતર્યું. બંને ટીમો વચ્ચે છેલ્લી બોલી 20.75 કરોડ રૂપિયા હતી, જેના પર દિલ્હી કેપિટલ્સે RTMનો ઉપયોગ કરીને તેના ભૂતપૂર્વ કેપ્ટનને ફરી ટીમમાં સામેલ કરવા માંગતા હતા, પરંતુ લખનૌના માલિક સંજીવ ગોએન્કા અલગ મૂડમાં હતા. તેમણે બોલી 20.75 કરોડ રૂપિયાથી વધારીને 27 કરોડ રૂપિયા કરી, જેના પર દિલ્હીએ પીછેહઠ કરી હતી.

રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

IPLમાં આટલા પૈસામાં કોઈ ખેલાડી ખરીદવામાં આવ્યો હોય તેવું આ પ્રથમ ઘટના છે. આ અંગે સંજીવ ગોયેન્કાએ કહ્યું- અમે રિષભ પંત માટે 26 કરોડ રૂપિયા રાખ્યા હતા. અમે ઈચ્છતા હતા કે તે અમારી સાથે રહે, પરંતુ હરાજીમાં રકમ 27 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. પરંતુ અમે ખુશ છીએ. બીજી બાજુ, રિષભ પંતે દિલ્હી કેપિટલ્સ માટે ઈમોશનલ પોસ્ટ લખીને તેની IPL કરિયરની પ્રથમ ફ્રેન્ચાઈઝીને અલવિદા કહ્યું હતું.

રિષભ પંતના 27 કરોડ રૂપિયામાંથી કેટલો ટેક્સ કાપવામાં આવશે?

હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું રિષભ પંતના ખાતામાં પૂરા 27 કરોડ રૂપિયા આવશે કે પછી અમુક રકમ કપાશે. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકાર વિકેટકીપરને મળેલી રકમમાંથી ટેક્સ તરીકે 8.1 કરોડ રૂપિયા કાપશે. આ રીતે રિષભ પંતના ખાતામાં માત્ર 18.9 કરોડ રૂપિયા જ આવશે. આનો અર્થ એ છે કે પંત લગભગ 30 ટકા ટેક્સ ચૂકવશે.

શું રિષભ પંત બનશે લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન?

લખનૌ સુપર જાયન્ટ્સે તેને આ રકમમાં ખરીદ્યો છે, તેથી માનવામાં આવે છે કે તે ટીમનો કેપ્ટન બનશે. જોકે, કેએલ રાહુલની વિદાય બાદ ટીમે નિકોલસ પૂરનને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. તે વિદેશી લીગમાં મુંબઈ ઈન્ડિયન્સની ફ્રેન્ચાઈઝીનો પણ કેપ્ટન છે, પરંતુ તે બેકઅપ વિકલ્પ તરીકે રહી શકે છે.

આ સમાચાર શેર કરો