Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Fast bowler gets emotional after parting ways with CSK

CSKથી અલગ થયા બાદ ભાવુક થયો આ ફાસ્ટ બોલર, કહ્યું- 'ધોની ભાઈની યાદ આવશે'

Timeછેલ્લું અપડેટ : 26 Nov 2024
લાઇવ ટીવીGoogle News
CSKથી અલગ થયા બાદ ભાવુક થયો આ ફાસ્ટ બોલર, કહ્યું- 'ધોની ભાઈની યાદ આવશે'

IPL 2025ના મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ઘણા જૂના ખેલાડીઓને ખરીદી લીધા છે. પરંતુ દીપક ચાહર એવા ખેલાડીઓમાંથી એક છે જેમના પર ચેન્નાઈ મેનેજમેન્ટે બોલી તો લગાવી હતી પરંતુ વધુ રકમને કારણે ખરીદી ન શક્યા. તેને મુંબઈ ઈન્ડિયન્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે. હવે એક મીડિયા ઇન્ટરવ્યુમાં દીપકને ચેન્નાઈ અને એમએસ ધોનીનો સાથ છોડવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર ભારતીય ફાસ્ટ બોલરનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

App Store

આ પણ વાંચો: IPLની કઈ ટીમમાં ક્યો ખેલાડી, એક ક્લિકમાં જાણો તમામ ફ્રેન્ચાઈઝીની FULL Squad

દીપક ચાહર અને એમએસ ધોની ઘણી વખત મેદાન પર મસ્તી કરતા જોવા મળ્યા છે, પરંતુ હવે આ બંને એક ટીમનો હિસ્સો નથી. મુંબઈ ઈન્ડિયન્સમાં જવા અંગે દીપકે કહ્યું કે, 'હું જ્યારે પણ મારા ભાઈ રાહુલ ચાહર સાથે વાત કરું છું ત્યારે કહું છું કે સ્કિલના આધારે તું તે ટીમ (MI) માટે રમી રહ્યો છો જેના માટે મારે રમવું જોઈએ અને હું તે ટીમ (CSK) માં છું જેના માટે તારે રમવું જોઈએ. કારણ કે, ચેન્નાઈના મેદાનમાં સ્પિનર્સને ઘણી મદદ મળે છે, પરંતુ મુંબઈની પિચ ફાસ્ટ બોલરોને અનુરૂપ હોય છે. તે ચેન્નાઈમાં ન આવી શક્યો પરંતુ હું મુંબઈમાં જઈ રહ્યો છું.'

ધોની ભાઈની યાદ આવશે

આ ઇન્ટરવ્યુની એક રસપ્રદ ક્ષણ એ પણ હતી જ્યારે સુરેશ રૈનાએ દીપક ચાહરને પૂછ્યું કે, શું તે એમએસ ધોનીને યાદ કરશે? તેના જવાબમાં હસતાં હસતાં દીપકે કહ્યું કે, 'તેમને કોણ યાદ નહીં કરે?' દીપકે વર્ષ 2016માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે રમતા પોતાનું IPL ડેબ્યુ કર્યું હતું અને તે સમયે ધોની એ જ ટીમ માટે રમતો હતો. 2 વર્ષના પ્રતિબંધ બાદ CSKની વાપસી થઈ અને ત્યારથી દીપક ચેન્નાઈની ટીમમાં ધોનીની કેપ્ટનશિપમાં રમી રહ્યો હતો.

દીપક ચાહર માટે 2019ની સિઝન બેસ્ટ રહી

દીપકે પોતાના IPL કરિયરમાં 81 મેચ રમીને 77 વિકેટ ઝડપી છે. તેના માટે 2019ની સિઝન બેસ્ટ રહી જ્યારે CSK માટે રમતા તેણે 17 મેચોમાં 22 વિકેટ ઝડપી હતી. IPL 2019માં CSK ફાઈનલ સુધી પહોંચી હતી.