મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL Auction: રિષભ પંત સહિત આ 3 ખેલાડીઓને રિટેન કરશે દિલ્હી કેપિટલ્સ? આ ગુજરાતી ખેલાડીને મળી શકે છે મોટી જવાબદારી

IPL 2025 મેગા ઓક્શન નજીક આવી રહ્યું છે ત્યારે IPL ટીમ દિલ્હી કેપિટલ્સે તૈયા

IPL Auction: રિષભ પંત સહિત આ 3 ખેલાડીઓને રિટેન કરશે દિલ્હી કેપિટલ્સ? આ ગુજરાતી ખેલાડીને મળી શકે છે મોટી જવાબદારી

IPL 2025 મેગા ઓક્શન નજીક આવી રહ્યું છે ત્યારે IPL ટીમ દિલ્હી કેપિટલ્સે તૈયારી શરૂ કરી દીધી છે. દિલ્હી કેપિટલ્સ હેમાંગ બદાનીને હેડ કોચ બનાવી શકે છે. ન્યૂઝ એજન્સી અનુસાર ભારતના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલને પણ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફમાં મોટી જવાબદારી સોપવામાં આવી શકે છે.

દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટ ભારતીય કોચની તપાસ છે. આ તપાસ દરમિયાન ભારતના 2 પૂર્વ ક્રિકેટર હેમાંગ બદાની અને મુનાફ પટેલનું નામ સામે આવ્યું છે. દિલ્હી કેપિટલ્સના માલિકીનો હક GMR અને JSW ગ્રુપ પાસે છે. બન્ને પક્ષમાં એક ડિલ થઇ છે કે બન્ને ગ્રુપ દરેક 2 વર્ષ માટે દિલ્હીની ટીમને મેનેજ કરશે.

આ ત્રણ ખેલાડીઓને રિટેન કરી શકે છે દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સ ત્રણ ખેલાડી કેપ્ટન રિષભ પંત (18 કરોડ), ઓલ રાઉન્ડર અક્ષર પટેલ (14 કરોડ) અને કુલદીપ યાદવ (11 કરોડ)ને રિટેન કરી શકે છે. 5 રિટેન્શનની કિંમત 75 કરોડ રૂપિયા થશે માટે જો કિંમત ટીમના બજેટની અંદર રહે છે તો જેક-ફ્રેજર મેકગર્ક અને દક્ષિણ આફ્રિકાના ટ્રિસ્ટન સ્ટબ્સને રાઇટ ટુ મેચ (RTM) કાર્ડ સાથે પસંદ કરી શકાય છે.

સનરાઇઝર્સ હૈદરાબાદને પોતાની સેવા આપી ચુક્યા છે હેમાંગ બદાની

હેમાંગ બદાની આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદમાં બ્રાયન લારા સાથે કામ કરી ચુક્યા છે પરંતુ જો તેમને દિલ્હી કેપિટલ્સમાં હેડ કોચ બનાવવામાં આવ્યા તો મોટી જવાબદારી હશે. તમિલનાડુના પૂર્વ બેટ્સમેને 2001-2004 વચ્ચે 4 ટેસ્ટ અને 40 વન ડે મેચ રમી છે જેમાં 2001ની દ્વિપક્ષીય સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ એક વન ડે સદી તેમના કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રહી છે. હેમાંગ બદાનીએ પોતાના કરિયરમાં 121 ફર્સ્ટ ક્લાસ મેચમાં 45.97ની એવરેજ સાથે 6758 અને 148 લિસ્ટ એ મેચમાં 40.11ની એવરેજ સાથે 4212 રન બનાવ્યા હતા. આ સિવાય તેમને 18 ટી-20 મેચમાં 25.76ની એવરેજ સાથે 335 રન બનાવ્યા હતા.

માત્ર એક વખત જ IPLની ફાઇનલ રમી છે દિલ્હી કેપિટલ્સ

હેમાંગ બદાની પાસે આશા કરવામાં આવશે કે તે દિલ્હી કેપિટલ્સને પોતાનો પ્રથમ IPL ખિતાબ અપાવે, જે 2008માં IPL લીગની શરૂઆત બાદથી ટીમને મળ્યો નથી. દિલ્હી કેપિટલ્સ (શ્રેયસ અય્યરની આગેવાનીમાં IPL 2020માં) માત્ર એક વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે, ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન સામે હારી ગઇ હતી.

આ સમાચાર શેર કરો