મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

કોણ છે અભિષેક નાયર? જેમના ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનવાની છે ચર્ચા

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બન્યા છે. ટી-20 વર્લ્ડકપ 2024 પૂ

કોણ છે અભિષેક નાયર? જેમના ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બનવાની છે ચર્ચા

ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બન્યા છે. ટી-20 વર્લ્ડકપ 2024 પૂર્ણ થયા બાદ રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. આ સાથે જ ત્રણેય સપોર્ટ સ્ટાફ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કોચનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે. ગૌતમ ગંભીરના ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનતા જ હવે નવા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચ મળશે. ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ માટે અભિષેક નાયરનું નામ ચર્ચામાં છે.

કોણ છે અભિષેક નાયર?

અભિષેક નાયર એક પૂર્વ ભારતીય ક્રિકેટર છે. અભિષેક નાયરે ભારત માટે ત્રણ વન ડે મેચ રમી છે. અભિષેક નાયરે 60 IPL મેચ પણ રમી છે. કોલકાતા નાઇટ રાઇડર્સનો સહાયક કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અભિષેક નાયર 2009માં ભારત માટે 3 વન ડે મેચ રમી ચુક્યા છે. તે બેટિંગ ઓલ રાઉન્ડર છે અને મુંબઇ માટે ઘરેલુ ક્રિકેટમાં લાંબી કરિયર રહી છે. 2018થી તે KKR સાથે જોડાયેલા છે. KKRના સહાયક કોચની સાથે તે KKR એકેડમીના પ્રમુખ છે. 6 વર્ષમાં તેમને ટીમના ખેલાડીઓ સાથે ઘણી મહેનત કરી છે. IPL 2024માં KKRની જીત બાદ વેંકટેશ અય્યર અને કેટલાક ખેલાડીઓએ તેમના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. 

ઘરેલુ ક્રિકેટમાં પણ અભિષેક નાયરનો રેકોર્ડ સારો રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અભિષેક નાયરે 5 હજાર કરતા પણ વધુ રન બનાવ્યા છે.

આ સમાચાર શેર કરો