ધોનીનો ખાસ ખેલાડી થયો રિટાયર, IPLમાં ચેન્નાઇ-મુંબઇ માટે રમી ચુક્યો છે
West Indies Cricketer Dwayn Bravo to Retire From CPL After 2024 Season | વિશ્વના મહાન ઓલ રાઉન્ડર ખેલાડીમાંથી એક ડ્વેન બ્રાવોએ રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. ક

વિશ્વના મહાન ઓલ રાઉન્ડર ખેલાડીમાંથી એક ડ્વેન બ્રાવોએ રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન જ બ્રાવોએ આ લીગમાંથી પણ સંન્યાસ લઇ લીધો છે.
ડ્વેન બ્રાવોએ જણાવ્યું કે આ તેની અંતિમ ટૂર્નામેન્ટ હશે. આ પહેલા તેને વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. CPLની વાત છે તો બ્રાવોએ પોતાની કરિયરમાં 10થી વધુ વર્ષ ત્રિનબાગો નાઇટ રાઇડર્સમાં વિતાવ્યા છે.
ડ્વેન બ્રાવોએ ઇંસ્ટાગ્રામ પર સંન્યાસની જાહેરાત કરતા લખ્યુ, "આ સફઓર શાનદાર રહી. આજે હું CPL લીગમાં પોતાના સન્યાસની જાહેરાત કરી રહ્યો છું. આ મારી અંતિમ સિઝન હશે અને હું પોતાના ઘરેલુ અને કેરેબિયન લોકો સામે પોતાની પ્રોફેશનલ કરિયરની અંતિમ ટૂર્નામેન્ટ રમવા જઇ રહ્યો છું. અહીંથી જ મે શરૂઆત કરી હતી અને હવે અંત પણ ત્યાંથી જ થશે."
ટી-20ના મહાન ખેલાડીમાંથી એક છે બ્રાવો
ડ્વેન બ્રાવો 41 વર્ષનો થવાનો છે અને તે બે દાયકા કરતા પણ વધુ સમયથી પ્રોફેશનલ ક્રિકેટ રમી રહ્યો છે. આક્રમક બેટિંગ અને ડેથ બોલિંગ માટે જાણીતા ડ્વેન બ્રાવોએ ટી-20 ક્રિકેટના મહાન ખેલાડી તરીકે ઓળખ બનાવી છે. બ્રાવોએ વિશ્વભરમાં ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી છે અને પોતાની 578 મેચની ઐતિહાસિક ટી-20 કરિયરમાં તેને 6,970 રન અને 630 વિકેટ ઝડપી છે.
ડ્વેન બ્રાવો IPLમાં પણ કેટલાક વર્ષ સુધી રમતો રહ્યો છે. મુંબઇ ઇન્ડિયન્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમી ચુકેલા બ્રાવોએ ડિસેમ્બર 2022માં IPLમાંથી સંન્યાસ લઇ લીધો હતો. તે હવે CSKના બોલિંગ કોચના રૂપમાં IPLમાં જોડાયેલો છે.








