VIDEO: એક રન લેવાના ચક્કરમાં કોહલી થયો રન આઉટ, વિરાટની ભૂલથી ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના પ્રથમ દિવસે ક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેના પ્રથમ દિવસે કિવી ટીમને 235 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જોકે, બીજી તરફ ટીમ ઈન્ડિયાએ રમત પુરી થવા સુધીમાં 86 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, દિવસની રમત પુરી થવાના આરે જ વિરાટ કોહલી રન આઉટ થયો હતો.
19મી ઓવર રચિન રવીન્દ્ર નાખવા આવ્યો હતો. ત્યારે આ ઓવરના ત્રીજા બોલે વિરાટ કોહલીએ મિડ-ઓન એરિયામાં શોટ મારીને એક રન લેવા ભાગ્યો હતો. જોકે, હેનરીએ એક હાથે બોલ લઈને સીધો સ્ટમ્પ પર માર્યો હતો અને કોહલી રન આઉટ થયો હતો.
આ પણ વાંચો: IPL 2025: શું કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે? રિટેન્શન લિસ્ટમાંથી ડુપ્લેસિસ- મેક્સવેલ ગાયબ
ભારતીય ટીમના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જે બાદ શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. જોકે, યશસ્વી પણ 30 રન બનાવીને એજાઝ પટેલનો શિકાર બન્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ નાઇટ વોચમેન સિરાજને મોકલ્યો અને તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો. ત્યાર બાદ કોહલી પણ 4 રન બનાવીને રન આઉટ થયો હતો. આમ ફરી એક વાર ભારતીય ટીમના બેટર્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.








