IPL 2025: શું કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે? રિટેન્શન લિસ્ટમાંથી ડુપ્લેસિસ- મેક્સવેલ ગાયબ
IPL 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓની રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. હરાજી પહેલા કુલ 46 ખેલાડીઓને રિટેન કર

IPL 2025ની મેગા હરાજી પહેલા ખેલાડીઓની રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. હરાજી પહેલા કુલ 46 ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ફ્રેન્ચાઈઝીઓએ પોતપોતાના કોર ગ્રુપ જાળવી રાખ્યા છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ નવી વ્યૂહરચના સાથે આગામી હરાજીમાં ઉતરશે.
શું કોહલી ફરીથી RCBનો કેપ્ટન બનશે?
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલી સહિત ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે. કોહલીને RCBએ 21 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. જ્યારે મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર (11 કરોડ) અને ઝડપી બોલર યશ દયાલ (5 કરોડ) પણ RCBની રિટેન્શન લિસ્ટમાં સામેલ છે. જોકે, ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ અને કેમેરૂન ગ્રીનને આરસીબીએ જાળવી રાખ્યા નથી. ફાફ ડુ પ્લેસિસ ગત સિઝનમાં આરસીબીનો કેપ્ટન હતો, પરંતુ હવે ટીમ નવા કેપ્ટનની શોધમાં છે.
એવી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. હવે આ અટકળો પર RCB ટીમ મેનેજમેન્ટનું નિવેદન સામે આવ્યું છે. RCB ક્રિકેટ ડિરેક્ટર મો બોબટે કહ્યું કે,'અમે હજી સુધી કેપ્ટનશીપ અથવા તેના પર (કોહલીને ફરીથી કેપ્ટન બનાવવા) અંગે કોઈ નિર્ણય લીધો નથી. અમારા વિકલ્પો ખુલ્લા છે. અમે એક માત્ર સ્પષ્ટ નિર્ણય હતો કે ફાકને રિટેન નહોતો કરવાનો. ગત વર્ષે અને તેના અગાઉના વર્ષોમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમે હરાજીમાં જતા પહેલા ખૂબ જ ખુલ્લા મનથી કામ કરીશું.
'મેં ક્યારેય એવું વિચાર્યું નહોતું...'
વિરાટ કોહલીએ રિટેન્શન બાદ કહ્યું, 'દરેક જણ જાણે છે કે મારા માટે આરસીબીનો અર્થ શું છે. વર્ષોથી તે ખૂબ જ ખાસ સંબંધ રહ્યો છે, જે સતત મજબૂત થતો જાય છે. RCB માટે રમતી વખતે મેં જે અનુભવ્યું છે તે ખરેખર ખૂબ જ ખાસ છે. હું આશા રાખું છું કે ચાહકો અને ફ્રેન્ચાઇઝી સાથે જોડાયેલા દરેકને પણ એવું જ લાગશે. આ સાઈકલ પૂરી થતાં સુધીમાં હું RCB તરફથી રમ્યો તેને 20 વર્ષ થશે. મારા માટે આ એક ખાસ લાગણી છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલા વર્ષો સુધી એક જ ટીમ માટે રમીશ. અને મેં અગાઉ કહ્યું તેમ હું મારી જાતને RCB સિવાય બીજે ક્યાંય જોતો નથી.
જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 2013થી 2021 સુધી RCBની કેપ્ટનશીપ કરી હતી. જેમાં એક માત્ર 2016માં RCB સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીએ 2022ની મેગા ઓક્શન પહેલા કેપ્ટનશીપ છોડ્યા પછી ફાફ ડુપ્લેસીસ કેપ્ટન બન્યો. 3 વર્ષમાં ફાક ડુપ્લેસીસ પણ ટાઈટલ ન અપાવી શક્યો.






