મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

SRH vs RCB / વિરાટ કોહલીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, IPLમાં આ કારનામું કરનાર એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રા

SRH vs RCB / વિરાટ કોહલીના નામે નોંધાયો અનોખો રેકોર્ડ, IPLમાં આ કારનામું કરનાર એકમાત્ર ખેલાડી બન્યો

IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટક્કર થઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPLમાં તેની 250મી મેચ રમવા મેદાનમાં ઉતરી હતી. આ મેચ રમવા મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલીના નામે એક અનોખો રેકોર્ડ નોંધાઈ ગયો, IPLના ઈતિહાસમાં આ કારનામું પહેલા કોઈ ખેલાડીએ નથી કર્યું .

વિરાટ કોહલી પ્રથમ સીઝનથી જ RCB સાથે જોડાયેલો છે. તે IPL ઈતિહાસનો પ્રથમ ખેલાડી બન્યો છે જે ટીમની પ્રથમ અને 250મી બંને મેચની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યો છે. જો કે, RCB પહેલા મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં 250 મેચ રમી હતી, પરંતુ મુંબઈનો કોઈ ખેલાડી ટીમની પ્રથમ અને 250મી મેચ નથી રમ્યો.

RCB બીજી ટીમ બની

તમને જણાવી દઈએ કે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ IPL ઈતિહાસમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની 250મી મેચ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPLના ઈતિહાસમાં 250 મેચ રમનારી બીજી ટીમ છે. આ પહેલા માત્ર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ કારનામું કર્યું છે. RCB હજુ સુધી એક પણ IPL ટાઈટલ જીતી શકી નથી.

કોહલીએ અડધી સદીની ઈનિંગ રમી હતી

વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમતા અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ 41 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. ઉનડકટે તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. વિરાટ ઉપરાંત રજત પાટીદારે અડધી સદીની ઈનિંગ રમી હતી. હૈદરાબાદમાં રમાયેલી મેચમાં RCBએ પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 206 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદ 8 વિકેટના નુકસાને 171 રન જ બનાવી શકી હતી. બેંગલુરુ 35 રને મેચ જીતી ગઈ. RCBની આ બીજી જીત છે. આ જીત સાથે RCBને હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની આશા છે.

આ સમાચાર શેર કરો