IND vs NZ / વાનખેડેમાં વિરાટ કોહલી તોડશે રાહુલ દ્રવિડનો રેકોર્ડ! અશ્વિન પાસે પણ છે ઈતિહાસ રચવાની તક
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં માત્ર જીતવા જ નહીં માંગે પણ ન્યુઝીલેન્ડ સામે વ

ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં માત્ર જીતવા જ નહીં માંગે પણ ન્યુઝીલેન્ડ સામે વ્હાઈટવોશ થવાથી પણ બચવા માંગશે. પ્રથમ 2 ટેસ્ટ જીતીને કિવી ટીમ પહેલાથી જ સિરીઝ જીતી ચૂકી છે. હવે ટીમ ઈન્ડિયાની નજર છેલ્લી મેચ જીતવા પર હશે.
આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આ મેદાન પર ઈતિહાસ રચી શકે છે. બંને પાસે દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડવાની તક છે. ચાલો જાણીએ કે બંને ખેલાડીઓ ક્યા રેકોર્ડ બનાવી શકે છે.
વિરાટ કોહલી પાસે રાહુલ દ્રવિડને પાછળ છોડવાની તક
ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી નિરાશાજનક પ્રદર્શન કરી રહેલા વિરાટ કોહલી પાસે છેલ્લી ટેસ્ટમાં ખાસ રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડીને વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટમાં ચોથો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની શકે છે.
કોહલીએ આ મેદાન પર 5 ટેસ્ટ રમી છે. આ દરમિયાન તેણે 8 ઈનિંગ્સમાં 58.62ની એવરેજથી 469 રન બનાવ્યા છે. બીજી તરફ સૈયદ કિરમાણીએ 477 રન અને રાહુલ દ્રવિડે 619 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં, જો વિરાટ કોહલીનું બેટ છેલ્લી ટેસ્ટની બંને ઈનિંગ્સમાં ચાલ્યું, તો તે દ્રવિડને સરળતાથી પાછળ છોડી દેશે.
જો કે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલીનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. તેણે 2 ટેસ્ટની 4 ઈનિંગ્સમાં માત્ર 88 રન બનાવ્યા છે.
વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
- સુનીલ ગાવસ્કર: 1122 રન
- સચિન તેંડુલકર: 921 રન
- દિલીપ વેંગસરકર: 631 રન
- રાહુલ દ્રવિડ: 619 રન
- સૈયદ કિરમાનીઃ 477 રન
- વિરાટ કોહલી: 469 રન
વાનખેડેમાં અશ્વિનના આંકડા શાનદાર છે
રવિચંદ્રન અશ્વિને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 10 ઈનિંગ્સમાં 18.42ની એવરેજ અને 2.90ની ઈકોનોમી સાથે 38 વિકેટ ઝડપી છે. આ મેદાન પર ટેસ્ટમાં 12/167 તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.
અશ્વિન વાનખેડે ખાતે સંયુક્ત રીતે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના સિવાય અનિલ કુંબલેએ પણ આ મેદાન પર 38 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી ટેસ્ટમાં 1 વિકેટ લઈને અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની જશે.
વાનખેડે સ્ટેડિયમમાં ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
- રવિચંદ્રન અશ્વિનઃ 38 વિકેટ
- અનિલ કુંબલેઃ 38 વિકેટ
- કપિલ દેવઃ 28 વિકેટ
- હરભજન સિંહઃ 24 વિકેટ
- કરસન ઘાવરી : 23 વિકેટ








