U19 World Cup 2026 / આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ
ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપમાં બધાની નજર

ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહેલા ICC અંડર-19 વર્લ્ડ કપમાં બધાની નજર આજે (1 ફેબ્રુઆરી) રમાનાર છેલ્લી સુપર સિક્સ મેચ પર છે. ટીમ ઈન્ડિયા અંડર-19 વર્લ્ડ કપ 2026માં અત્યાર સુધી એક પણ મેચ નથી હારી અને તે આજે પણ મેચ જીતીને સેમીફાઈનલમાં સરળતાથી સ્થાન મેળવવાનો પ્રયાસ કરશે. દરમિયાન પાકિસ્તાન પણ સેમીફાઈનલમાં સ્થાન મેળવવાની દાવેદારીમાં છે, પરંતુ આમ કરવા માટે તેણે ભારત સામેની મેચ મોટા માર્જિનથી જીતવી પડશે.
મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી?
અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાને અંડર-19 વર્લ્ડ કપ 2026માં સેમીફાઈનલમાં સ્થાન સુરક્ષિત કરી લીધા છે. ચોથી ટીમનો નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચના પરિણામ પછી આવશે. આ મેચ ઝિમ્બાબ્વેના ક્વીન્સ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 12:30 વાગ્યે થશે. ભારતમાં આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે, જ્યારે લાઈવન સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર ઉપલબ્ધ હશે.
ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે
અંડર-19 ફોર્મેટમાં પાકિસ્તાન સામે ભારતના હેડ-ટુ-હેડ રેકોર્ડની વાત કરીએ તો તેમાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. અંડર-19 યુથ ODI ફોર્મેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 29 મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 16 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને માત્ર 12 મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈમાં થઈ હતી.
અંડર-19 વર્લ્ડ કપ 2026 માટે બંને ટીમોની સ્કવોડ
ભારત - આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દીપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, ઉધવ મોહન, આરએસ અંબરીશ, મોહમ્મદ એનાન, હરવંશ પંગા લિયા.
પાકિસ્તાન - હમઝા ઝહૂર, સમીર મિન્હાસ, ઉસ્માન ખાન, ફરહાન યુસુફ (કેપ્ટન), અહેમદ હુસૈન, હુઝૈફા અહસાન, અબ્દુલ કાદિર, અબ્દુલ સુભાન, મોમિન કમર, મોહમ્મદ સય્યામ, અલી રઝા, ઉમર ઝૈબ, અલી હસન બલોચ, દાનિયાલ અલી ખાન, નકાબ શફીક.








