Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : UAE announced squad for T20 World Cup 2026

T20 World Cup 2026 / UAEએ પણ જાહેર કરી પોતાની ટીમ, ભારતીય કોચ પર હશે મોટી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 31 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / UAEએ પણ જાહેર કરી પોતાની ટીમ, ભારતીય કોચ પર હશે મોટી જવાબદારી
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને માત્ર એક અઠવાડિયું જ બાકી છે, આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ત્રીજી વખત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા UAEએ વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી છે, જેમાં અનુભવી ખેલાડી મોહમ્મદ વસીમનું ટીમનું નેતૃત્વ કરશે. UAE ટીમે અગાઉ 2014 અને 2022 T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. UAE ટીમને આ ટુર્નામેન્ટ માટે ગ્રુપ Dમાં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, કેનેડા અને અફઘાનિસ્તાન સાથે મૂકવામાં આવી છે.

App Store

લાલચંદ રાજપૂત પર મહત્ત્વપૂર્ણ જવાબદારી રહેશે

UAEએ એશિયા અને પૂર્વ એશિયા-પેસિફિક ક્વોલિફાયરના સુપર સિક્સ મેચમાં જાપાનને હરાવીને T20 વર્લ્ડ કપ 2026માં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. UAEની ટીમમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના ઘણા ખેલાડીઓ છે, જેમાં આર્યન શર્મા, મયંક કુમાર અને સિમરજીત સિંહનો સમાવેશ થાય છે. UAEની ટીમના હેડ કોચની જવાબદારી લાલચંદ રાજપૂત સંભાળશે, જે 2007 ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતી ત્યારે તે ટીમના મેનેજર હતા. વધુમાં UAEના સપોર્ટ સ્ટાફમાં ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી યાસીર અરાફાત ફાસ્ટ બોલિંગ કોચ તરીકે શામેલ છે, જ્યારે ઝિમ્બાબ્વેના સ્ટેનલી ચિઓઝા ટીમના ફિલ્ડિંગ કોચ છે.

T20 વર્લ્ડ કપ 2026 માટે UAEની ટીમ

મુહમ્મદ વસીમ (કેપ્ટન), અલીશાન શરાફુ, આર્યન શર્મા, ધ્રુવ પરાશર, હૈદર અલી, હર્ષિત કૌશિક, જુનૈદ સિદ્દીકી, મયંક કુમાર, મુહમ્મદ અરફાન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ જવાદુલ્લાહ, મુહમ્મદ ઝોહૈબ, રોહિદ ખાન, સોહૈબ ખાન, સિમરજીત સિંહ.

ન્યુઝીલેન્ડ સામે રમશે પ્રથમ મેચ

UAEની ટીમ ICC T20 વર્લ્ડ કપ 2026ના ગ્રુપ Dમાં પોતાની પહેલી મેચ 10 ફેબ્રુઆરીએ ચેન્નાઈના મેદાન પર ન્યુઝીલેન્ડ સામે રમશે. ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ બનવા માટે તેમને બે વોર્મ-અપ મેચ રમવાની તક પણ મળશે, જેમાં 3 ફેબ્રુઆરીએ નેપાળ સામેની મેચ અને 6 ફેબ્રુઆરીએ ઈટાલી સામેની વોર્મ-અપ મેચનો સમાવેશ થાય છે. UAEની ટીમ 2014 અને 2022ના T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજથી આગળ વધવામાં નિષ્ફળ રહી હતી.

UAEનું શેડ્યૂલ

  • 10 ફેબ્રુઆરી: vs ન્યુઝીલેન્ડ (એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ)
  • 13 ફેબ્રુઆરી: vs કેનેડા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)
  • 16 ફેબ્રુઆરી: vs અફઘાનિસ્તાન (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)
  • 18 ફેબ્રુઆરી: vs સાઉથ આફ્રિકા (અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી)