Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : South Africa announced squad for T20 World Cup 2026

T20 World Cup 2026 માટે જાહેર થઈ સાઉથ આફ્રિકાની ટીમ, ટ્રિસ્ટન સ્ટબ્સ બહાર થયો; આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 03 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 માટે જાહેર થઈ સાઉથ આફ્રિકાની ટીમ, ટ્રિસ્ટન સ્ટબ્સ બહાર થયો; આ ખેલાડીઓને મળ્યું સ્થાન
સોર્સ : GSTV

સાઉથ આફ્રિકાએ 2026ના T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિયન રિકલ્ટનને 15 સભ્યોની પ્રોટીઝ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા. એડન માર્કરમને વર્લ્ડ કપ માટે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ડેવાલ્ડ બ્રેવિસને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ક્વિન્ટન ડી કોકને વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કાગીસો રબાડા ફિટ થયા બાદ ટીમમાં પરત ફર્યો છે.

App Store

સાઉથ આફ્રિકાની ટીમ જાહેર થઈ

સાઉથ આફ્રિકાએ ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ માટે પોતાની 15 સભ્યોની ટીમ જાહેર કરી છે. એડન માર્કરમને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે રિયન રિકલ્ટન કરતાં ક્વિન્ટન ડી કોકને વધુ યોગ્ય વિકલ્પ માન્યો છે. ટોની ડી જોર્જી અને ડોનેવન ફરેરાને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા માટે અત્યાર સુધી ફક્ત બે T20I મેચ રમનાર જેસન સ્મિથને પણ સામેલ કરવામાં આવ્યો છે.

કોર્બિન બોશ પણ સિલેક્ટર્સનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યો છે. આ દરમિયાન, ડેવાલ્ડ બ્રેવિસ અને ડેવિડ મિલર પણ વર્લ્ડ કપમાં બેટથી પ્રદર્શન કરતા જોવા મળશે. જોકે, સિલેક્ટર્સે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા ટ્રિસ્ટન સ્ટબ્સને અવગણ્યો છે.

રબાડા બોલિંગનું નેતૃત્વ કરશે

ફાસ્ટ બોલિંગ વિભાગની કમાન ફિટ થઈને પરત ફરેલા કાગીસો રબાડાને સોંપવામાં આવી છે. માર્કો યાનસન અને લુંગી ન્ગીડી રબાડાને ટેકો આપશે. એનરિચ નોર્કિયાજેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. કેશવ મહારાજને સ્પિન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે અને જ્યોર્જ લિન્ડે તેને ટેકો આપતો જોવા મળશે. સાઉથ આફ્રિકા 9 ફેબ્રુઆરીએ કેનેડા સામેની મેચથી T20 વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમને ગ્રુપ Dમાં રાખવામાં આવી છે, જેમાં કેનેડા, અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ અને UAE પણ શામેલ છે.

T20 વર્લ્ડ કપ માટે સાઉથ આફ્રિકાની ટીમ

એડન માર્કરમ (કેપ્ટન), કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્જી, ડોનેવન ફેરેરા, માર્કો યાનસન, જ્યોર્જ લિન્ડે, કેશવ મહારાજ, ક્વેના મફાકા, ડેવિડ મિલર, લુંગી ન્ગીડી, એનરિચ નોર્કિયા, કાગીસો રબાડા, જેસન સ્મિથ.