IND vs BAN / બાંગ્લાદેશના પ્રવાસ પર જશે ટીમ ઈન્ડિયા, ODI અને T20I સિરીઝ રમશે

ટીમ ઈન્ડિયા 2026માં ઘણી સિરીઝ રમશે. ટીમ ઈન્ડિયા 2027ના વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વધુ ODI રમવાનું લક્ષ્ય રાખે છે. ટીમ ઈન્ડિયા 2026માં બાંગ્લાદેશનો પ્રવાસ કરશે, જ્યાં તે ODI સિરીઝ ઉપરાંત T20I સિરીઝ પણ રમશે. જોકે આ સિરીઝ 2025માં યોજાવાની હતી, પરંતુ તે અચાનક મુલતવી રાખવામાં આવી હતી. હવે બાંગ્લાદેશે આ વર્ષ માટે તેનું ઘરેલું કેલેન્ડર જાહેર કર્યું છે.
ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અનુસાર, ટીમ ઈન્ડિયા ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન બાંગ્લાદેશનો પ્રવાસ કરશે, જેમાં ODI અને T20I સિરીઝ રમાશે. ટીમ ઈન્ડિયા ત્રણ મેચની ODI સિરીઝ અને ત્રણ મેચની T20I સિરીઝ રમશે. જોકે, ભારતીય ક્રિકેટ બોર્ડે હજુ સુધી આ પ્રવાસની વિગતો જાહેર નથી કરી.
એક અહેવાલ અનુસાર, ટીમ ઈન્ડિયા 1 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે. બીજી મેચ 3 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ત્રીજી મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. ત્રણ મેચની T20I સિરીઝ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે, બીજી મેચ 12 સપ્ટેમ્બર અને ત્રીજી 13 સપ્ટેમ્બરે રમાશે.
ભારતમાં બાંગ્લાદેશ સામે વિરોધ
ભારતભરના ઘણા શહેરોમાં બાંગ્લાદેશ સામે વિરોધ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026ના મિની ઓક્શનમાં KKR દ્વારા 9.2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ સાથે તે IPLમાં રમનાર સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. આ પછી ભારતમાં તેની સામે વિરોધ ફાટી નીકળ્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ વધી રહી છે. હાલમાં ટીમ ઈન્ડિયા જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામે ODI અને T20I સિરીઝ રમશે. ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. BCCIએ હજુ સુધી ભારતીય ODI ટીમની જાહેરાત નથી કરી.

