IPL 2026 પહેલા વધી પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ, ઈજાગ્રસ્ત થયો ટીમનો સ્ટાર ખેલાડી

IPL 2026 માટે બધી ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બધી ટીમોએ 16 ડિસેમ્બરે મિની ઓક્શન દ્વારા પોતાની સ્કવોડ પૂર્ણ કરી લીધી છે. IPL 2025માં RCB સામે ફાઈનલ રમનાર પંજાબ કિંગ્સ (PBKS) પણ આ વખતે ટાઈટલ જીતવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જોકે, ટુર્નામેન્ટ પહેલા ટીમનો એક સ્ટાર ખેલાડી ઘાયલ થયો હતો, જેના કારણે તેને બિગ બેશ લીગમાંથી ખસી જવાની ફરજ પડી હતી.
પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધી
પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન 3 જાન્યુઆરીએ બિગ બેશ લીગમાં સિડની થંડર માટે રમવાના હતા. જોકે, હવે પગની ઈજાને કારણે તે BBLમાંથી બહાર થઈ ગયો છે. થંડરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમને ખૂબ જ દુઃખ છે કે લોકી આ વર્ષે અમારી સાથે રહેશે નહીં. તે ન માત્ર દરેક પરિસ્થિતિમાં અવિશ્વસનીય અનુભવ સાથે 150 કિમી/કલાકની ઝડપે બોલિંગ કરે છે, પરંતુ તે ખરેખર ક્રિકેટના સૌથી સારા માણસોમાંથી એક છે અને તેણે અમારી ટીમ સંસ્કૃતિમાં ખૂબ જ યોગદાન આપ્યું છે."
2 કરોડ રૂપિયામાં રિટેન કર્યો
પંજાબ કિંગ્સે આગામી IPL સિઝન માટે લોકી ફર્ગ્યુસનને 2 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જોકે, તેની ઈજાએ હવે પંજાબ કિંગ્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. લોકી ફર્ગ્યુસન પંજાબ માટે એક મુખ્ય ખેલાડી છે, કારણ કે આ ફાસ્ટ બોલરમાં ગતિની કોઈ કમી નથી. તેણે IPL 2025માં પંજાબ માટે 4 મેચ રમી હતી અને 5 વિકેટ લીધી હતી. લોકી ફર્ગ્યુસન પાસે IPLનો ઘણો અનુભવ છે. તેણે અત્યાર સુધીમાં 5 IPL ટીમો માટે 49 મેચોમાં 51 વિકેટ લીધી છે.
પંજાબ કિંગ્સની સંપૂર્ણ સ્કવોડ
અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બરાર, લોકી ફર્ગ્યુસન, માર્કો યાનસન, માર્કસ સ્ટોઈનિસ, મિચેલ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, શ્રેયસ અય્યર, સૂર્યાંશ હેગડે,વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

