Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : After Nair and Watson KKR appointed Tim Southee for IPL 2026

પહેલા નાયર, પછી વોટસન અને હવે ટિમ સાઉથી... KKRએ IPL 2026 માટે ન્યુઝીલેન્ડના ખેલાડીને આપી મોટી જવાબદારી

Timeછેલ્લું અપડેટ : 14 Nov 2025
લાઇવ ટીવીGoogle News
પહેલા નાયર, પછી વોટસન અને હવે ટિમ સાઉથી... KKRએ IPL 2026 માટે ન્યુઝીલેન્ડના ખેલાડીને આપી મોટી જવાબદારી
સોર્સ : GSTV

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાવાનું છે. ઓક્શન પહેલા, બધી 10 ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમના ખેલાડીઓનું રિટેન્શન લિસ્ટ સબમિટ કરવાનું રહેશે. ઓક્શનની ધમાલ વચ્ચે, ત્રણ વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સપોર્ટ સ્ટાફમાં ફેરફાર જોવા મળ્યા છે.

App Store

થોડા દિવસો પહેલા, અભિષેક નાયરને KKRના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. નાયરે ચંદ્રકાંત પંડિતનું સ્થાન લીધું હતું, જેણે IPL 2025માં ખરાબ પ્રદર્શન બાદ KKR છોડી દીધું હતું. આ પછી, KKRએ ગુરુવાર, 13 નવેમ્બરના રોજ શેન વોટસનને કોચિંગ સ્ટાફમાં ઉમેર્યો હતો. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર વોટસનને KKRના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026 માટે હવે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉથીને તેના નવા બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો છે. સાઉથીનો આંતરરાષ્ટ્રીય અનુભવ અને વ્યૂહાત્મક સમજ તેને KKR કોચિંગ સ્ટાફમાં એક મૂલ્યવાન ઉમેરો બનાવે છે. ટિમ સાઉથીએ 16 વર્ષ સુધી ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે મહત્ત્વપૂર્ણ આપ્યું છે.

ટિમ સાઉથીની શાનદાર કારકિર્દી

ટિમ સાઉથીએ 107 ટેસ્ટ, 161 ODI અને 126 T20I મેચ રમી છે, તેણે ત્રણેય ફોર્મેટમાં 776 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. પોતાના સ્વિંગ, લાઈન-લેન્થ અને નેતૃત્વ માટે જાણીતા, સાઉથીએ 2019 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ ચક્રમાં ન્યુઝીલેન્ડના શાનદાર પ્રદર્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

36 વર્ષીય ટિમ સાઉથી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અજાણ્યો નથી. તેની IPL કારકિર્દી દરમિયાન, તે 2021થી 2023 સુધી 3 સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહ્યો હતો. તે તેની વ્યાવસાયિકતા અને માર્ગદર્શન માટે જાણીતો છે. 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેતા પહેલા, તેણે મેદાન પર અને બહાર બંને રીતે ફ્રેન્ચાઈઝી ટીમો માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

કોલકાતા નાઈટ રાઈડર્સના CEO વેંકી મૈસૂરે કહ્યું હતું કે, "અમે ટિમ સાઉથીનું ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ પરિવારમાં સ્વાગત કરીને ખૂબ જ ખુશ છીએ, પરંતુ આ વખતે કોચના સ્વરૂપમાં. તેનો અનુભવ અને ટેકનિકલ જ્ઞાન અમારા બોલિંગ યુનિટને મજબૂત બનાવશે. તેની નેતૃત્વ કુશળતા અને શાંત વર્તન યુવા બોલર્સ માટે પ્રેરણારૂપ રહેશે."

કોલકાતા નાઈટ રાઈડર્સના બોલિંગ કોચ તરીકે નિમણૂક પામતા ટિમ સાઉથીએ કહ્યું, "KKR હંમેશા મારા માટે ઘર જેવું રહ્યું છે. આ નવી ભૂમિકામાં પાછા ફરવું સન્માનની વાત છે. અહીંની સંસ્કૃતિ, ફેન્સ અને ખેલાડીઓનું જૂથ શાનદાર છે. હું બોલર્સ સાથે નજીકથી કામ કરવા અને IPL 2026માં સફળતા પ્રાપ્ત કરવા માટે આતુર છું."