Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : RCB to be sold Virat Kohli's team will get a new owner before IPL 2026

RCB વેચાઇ જશે: IPL 2026 પહેલા વિરાટ કોહલીની ટીમને મળી જશે નવો માલિક!

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2025
લાઇવ ટીવીGoogle News
RCB વેચાઇ જશે: IPL 2026 પહેલા વિરાટ કોહલીની ટીમને મળી જશે નવો માલિક!
સોર્સ : GSTV

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સિઝન માટે ઓક્શનની તૈયારી ચાલી રહી છે આ વચ્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના વેચાવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર ખુદ ફ્રેન્ચાઇઝીના વર્તમાન માલિક ડિયાજિયોએ તેની જાહેરાત કરી છે.2008થી લીગનો ભાગ રહેલી RCBએ 2025માં પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલીનો પણ આ પ્રથમ ખિતાબ હતો જે પ્રથમ સિઝનથી આ ટીમ માટે રમી રહ્યો છે.

App Store

RCBની મેન્સ ટીમ IPL અને મહિલા ટીમ WPLમાં રમે છે. છેલ્લા ઘણા સમયથી RCBના વેચાવાની અટકળો હતી પરંતુ હવે ખુદ ફ્રેન્ચાઇઝીના માલિક ડિયાજિયોએ તેની પૃષ્ટી કરી છે.

મળતી માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને આપવામાં આવેલા એક મેસેજમાં બ્રિટિશ કંપનીએ તેને ડિયાજિયોની ભારતીય સહાયક કંપની યૂનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની પૂર્ણ સ્વામિત્વ ધરાવતી કંપની, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)માં રોકાણની 'રણનીતિક સમીક્ષા' જણાવ્યું છે.

સ્ટોક એક્સચેન્જને લખેલા પોતાના કવરિંગ લેટરમાં ડિયાજિયો અને યૂએસએલે ખુલાસો કર્યો, આશા છે કે આ પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધી પૂર્ણ થઇ જશે.

2008માં વિજય માલ્યાએ ખરીદી હતી RCB ટીમ

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 2008માં થઇ હતી ત્યારે BCCIએ શરૂઆતમાં રમનારી 8 ટીમ માટે બોલી લગાવી હતી. RCB ટીમની બોલી વિજય માલ્યાએ જીતી હતી. 600 કરોડમાં આ ફ્રેન્ચાઇઝીને ખરીદવામાં આવી હતી. યૂનાઇટેડ સ્પિરિટ્સના માલિક ત્યારે વિજય માલ્યા જ હતા. 2014માં USLમાં 54 ટકાથી વધુની ભાગીદારી સાથે પુરો માલિકીનો હક ડિયાજિયો પાસે આવી ગયો હતો.

RCBની ટ્રોફી અને વર્તમાન સ્થિતિ?

2024માં RCBએ પ્રથમ વખત WPLનો ખિતાબ જીત્યો હતો. 2025માં IPLની 18મી સિઝનમાં RCBએ પ્રથમ વખત IPL ટ્રોફી પણ જીતી લીધી હતી. RCBના IPL ચેમ્પિયન બનવાના કેટલાક અઠવાડિયા બાદ લલિત મોદીએ દાવો કર્યો હતો કે આ ટીમ વેચાવાની છે અને તેની કિંમત 2થી 2.5 બિલિયન ડૉલર (લગભગ 17000 કરોડ રૂપિયા) સુધી હોઇ શકે છે.

RCBના કોણ બનશે નવા માલિક?

રિપોર્ટ અનુસાર સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલા RCB ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. અદાર પૂનાવાલાએ ટ્વીટ કરતા કહ્યું હતું કે, "સાચી કિંમત પર RCB એક સારી ટીમ બનશે."ૉ

  • અમેરિકનન બેઝ્ડ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની
  • અદાણી ગ્રુપ
  • અદાર પુનાવાલા
  • JSW ગ્રુપ
  • દેવયાની ઇન્ટરનેશનલ ગ્રુપ

 

ટોપિક્સ:IPLRCBrcb sold outAdani Group RCB