Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Australian's team announced for T20 World Cup 2026

T20 World Cup 2026 / ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ, ઈજાગ્રસ્ત હોવા છતાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2026
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ, ઈજાગ્રસ્ત હોવા છતાં આ ખેલાડીઓને મળ્યું સ્થાન
સોર્સ : GSTV

આગામી T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાએ મિચેલ માર્શની કેપ્ટનશિપ હેઠળ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. સિલેક્ટર્સે શ્રીલંકા અને ભારતીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટીમમાં સ્પિન બોલિંગના વિકલ્પો પર વધુ ભાર મૂક્યો છે. આ ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે ફિટનેસની સમસ્યાઓનો સામનો કરી રહેલા સિનિયર ખેલાડીઓ પર પણ વિશ્વાસ રાખવામાં આવ્યો છે.

App Store

સ્પિનર્સ પર દાવ, લેફ્ટ આર્મ પેસર ગાયબ

ઓસ્ટ્રેલિયાના તમામ ગ્રુપ સ્ટેજ મુકાબલા શ્રીલંકામાં રમાવાના છે, જ્યાં સ્પિનર્સનું પ્રભુત્વ રહે છે. આંકડા દર્શાવે છે કે શ્રીલંકામાં T20 મેચોમાં 43.5% વિકેટ સ્પિનર્સ લે છે અને તેમની ઈકોનોમી ફાસ્ટ બોલરો કરતાં લગભગ 1.25 રન પ્રતિ ઓવર ઓછી હોય છે. આ જ કારણ છે કે ટીમમાં વધુ સ્પિન વિકલ્પો રાખવામાં આવ્યા છે.

આશ્ચર્યજનક રીતે, ટીમમાં એક પણ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલરને સ્થાન નથી મળ્યું. મિચેલ સ્ટાર્ક પહેલાથી જ T20Iમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે, જ્યારે સ્પેન્સર જોન્સન પીઠની ઈજાને કારણે બહાર છે. સિલેક્ટર્સે બ્રિસ્બેન હીટના ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને તક આપી છે. આ ઉપરાંત, ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટ, સ્પિનર ​​મેથ્યુ કુહનેમેન અને બાર્ટલેટ ઓસ્ટ્રેલિયા માટે T20 વર્લ્ડ કપમાં ડેબ્યુ કરી શકે છે.

ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાં ટીમમાં સામેલ

ઓસ્ટ્રેલિયા માટે કેટલાક સિનિયર ખેલાડીઓની ફિટનેસ ચિંતાનો વિષય છે, છતાં તેમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટેસ્ટ અને ODI ટીમના કેપ્ટન પેટ કમિન્સની પીઠનું સ્કેન ટૂંક સમયમાં થશે.

ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ અને બેટ્સમેન ટિમ ડેવિડ હેમસ્ટ્રિંગની ઈજામાંથી બહાર આવી રહ્યા છે.

સિલેક્શનના અધ્યક્ષ જ્યોર્જ બેલીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ત્રણેય ખેલાડીઓ વર્લ્ડ કપ સુધીમાં સંપૂર્ણપણે ફિટ થઈ જશે. ICCના નિયમો અનુસાર, 31 જાન્યુઆરી સુધી ટીમમાં ફેરફાર કરી શકાય છે, તેથી સ્ટેન્ડબાય ખેલાડીઓ માટે પણ દરવાજા ખુલ્લા છે.

ટીમની અન્ય ખાસ વાતો

કૂપર કોનોલીની 12 T20 મેચ બાદ ટીમમાં વાપસી ચોંકાવનારી રહી છે. તે એક ઉપયોગી સ્પિનર હોવાથી તેની પસંદગી થઈ હોય શકે છે. ટીમમાં જોશ ઈંગ્લિસ એકમાત્ર નિષ્ણાત વિકેટકીપર છે, જ્યારે એલેક્સ કેરી અને જોશ ફિલિપને બેકઅપ તરીકે પણ પસંદ નથી કરવામાં આવ્યા.

T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયન ટીમ

મિચેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, કેમરન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), મેથ્યુ કુહનેમેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ ઝમ્પા.

T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ગ્રુપ સ્ટેજ મુકાબલા

  • 11 ફેબ્રુઆરી: vs આયર્લેન્ડ, કોલંબો
  • 13 ફેબ્રુઆરી: vs ઝિમ્બાબ્વે, કોલંબો
  • 16 ફેબ્રુઆરી: vs શ્રીલંકા, પલ્લેકેલ
  • 20 ફેબ્રુઆરી: vs ઓમાન, પલ્લેકેલ