Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : No place for players of 3 IPL teams in India's Squad for T20 World Cup 2026

T20 World Cup 2026 / RCB સહિત 3 IPL ટીમોના ખેલાડીને ભારતીય સ્કવોડમાં ન મળ્યું સ્થાન

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2025
લાઇવ ટીવીGoogle News
T20 World Cup 2026 / RCB સહિત 3 IPL ટીમોના ખેલાડીને ભારતીય સ્કવોડમાં ન મળ્યું સ્થાન
સોર્સ : GSTV

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડની જાહેરાત કરવામાં આવી છે. 20 ડિસેમ્બરે 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેઓ આગામી વર્ષે ન્યુઝીલેન્ડ સામેની T20I સિરીઝ અને ત્યારબાદના T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા તરફથી રમશે. જોકે, મહત્ત્વની વાત એ છે કે RCB સહિત ત્રણ IPL ટીમોના ખેલાડીઓને ભારતની T20 વર્લ્ડ કપ 2026 માટેની સ્કવોડમાં સ્થાન નથી મળ્યું. આનો અર્થ એ થયો કે 10 IPL ટીમોમાંથી 7 ટીમોના ખેલાડીઓને T20 વર્લ્ડ કપની સ્કવોડમાં સ્થાન મળ્યું છે.

App Store

T20 વર્લ્ડ કપ સ્કવોડમાં IPLની કઈ ટીમોના ખેલાડીને નથી મળ્યું સ્થાન?

હવે પ્રશ્ન એ છે કે RCB સહિત કઈ ત્રણ IPL ટીમોના ખેલાડીઓને T20 વર્લ્ડ કપ માટે પસંદ નથી કરવામાં આવ્યા? RCB ઉપરાંત, LSG અને RR પણ તે ત્રણ ટીમોમાં શામેલ છે. આ ત્રણેય ટીમોના કોઈપણ ખેલાડીનો T20 વર્લ્ડ કપ 2026ની સ્કવોડમાં સમાવેશ નથી કરવામાં આવ્યો. આ ત્રણેય ટીમો સિવાય અન્ય તમામ ટીમોના ઓછામાં ઓછા એક ખેલાડીનો T20 વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

કઈ IPL ટીમના સૌથી વધુ ખેલાડીને મળી જગ્યા?

હવે પ્રશ્ન એ છે કે T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કરાયેલ ભારતીય ટીમમાં કઈ IPL ટીમના સૌથી વધુ ખેલાડીઓ છે? જવાબ છે મુંબઈ ઈન્ડિયન્સ. ભારતની T20 વર્લ્ડ કપ સ્કવોડમાં મુંબઈ ઈન્ડિયન્સના 4 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા છે.

મુંબઈ ઈન્ડિયન્સ પછી કોલકાતા નાઈટ રાઈડર્સના ત્રણ ખેલાડીઓ વરુણ એરોન, હર્ષિત રાણા અને રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમના 2-2 ખેલાડીઓને T20 વર્લ્ડ કપની સ્કવોડમાં સ્થાન મળ્યું છે. જેમાં અભિષેક શર્મા અને ઈશાન કિશન SRHના છે. સંજુ સેમસન અને શિવમ દુબે CSKના છે. અક્ષર પટેલ અને કુલદીપ યાદવને DCના ખેલાડીઓ છે.

આ સિવાય પંજાબ કિંગ્સમાંથી ફક્ત એક અર્શદીપ સિંહ અને ગુજરાત ટાઈટન્સમાંથી ફક્ત એક વોશિંગ્ટન સુંદરને T20 વર્લ્ડ કપ 2026ની સ્કવોડમાં સ્થાન મળ્યું છે.