Year Ender 2025 / રોહિત-વિરાટથી લઈને ચેતેશ્વર પૂજારા સુધી... ભારતીય ખેલાડીઓ જેમણે આ વર્ષે લીધી નિવૃત્તિ

2025ના વર્ષમાં ક્રિકેટે ઘણી યાદો આપી. ભારતે રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી, જ્યારે RCBએ 18 વર્ષમાં પહેલો ખિતાબ જીત્યો હતો. ચાહકો આ ક્ષણ ભૂલી નથી શકતા. જોકે, આ વર્ષે ઘણા ભારતીય ક્રિકેટર્સે નિવૃત્તિની જાહેરાત કરીને તેમના ફેન્સને નિરાશ પણ કર્યા હતા. આમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીથી લઈને ચેતેશ્વર પૂજારા સુધીના નામ શામેલ છે. અહીં, અમે આ વર્ષે ક્રિકેટને અલવિદા ભારતીય ક્રિકેટર્સ વિશે જણાવીશું.
રોહિત શર્મા
રોહિત શર્માએ IPL 2025 દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા હિટમેનનો આ નિર્ણય આશ્ચર્યજનક હતો. 7 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, રોહિત હવે ફક્ત ભારત માટે ODI ક્રિકેટ જ રમે છે.
વિરાટ કોહલી
રોહિતની નિવૃત્તિના પાંચ દિવસ પછી એટલે કે 12 મેના રોજ, વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા દ્વારા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિરાટ પણ હવે ભારત માટે ફક્ત ODI રમે છે.
ચેતેશ્વર પૂજારા
ભારત માટે 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર દિગ્ગજ ભારતીય ખેલાડી ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પૂજારા હવે ક્રિકેટ એક્સપર્ટની ભૂમિકામાં જોવા મળે છે.
અમિત મિશ્રા
સ્પિનર અમિત મિશ્રાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. અમિત હવે કોમેન્ટેટર તરીકે કામ કરે છે. તેણે 4 સપ્ટેમ્બરના રોજ આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.
મોહિત શર્મા
મોહિત શર્માએ 3 ડિસેમ્બરના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. મોહિત તેની ઝડપી બોલિંગ તેમજ સ્વિંગ બોલિંગ માટે જાણીતો છે.
રિદ્ધિમાન સાહા
રિદ્ધિમાન સાહાએ પણ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ભારત માટે લાંબા સમય સુધી ટેસ્ટમાં વિકેટકીપર તરીકેની ભૂમિકા ભજવી હતી.
પિયુષ ચાવલા
સ્પિનર પિયુષ ચાવલાએ 6 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે પણ હવે ક્રિકેટ એક્સપર્ટ તરીકે કામ કરે છે.
વરુણ એરોન
વરુણ એરોન પણ 10 જાન્યુઆરી, 2025ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો. તે હવે કોમેન્ટેટર તરીકે કામ કરે છે. એરોન તેની ઝડપી બોલિંગ માટે જાણીતો છે.
ઋષિ ધવન
ઋષિ ધવને 5 જાન્યુઆરી, 2025ના રોજ એક મોટી જાહેરાત કરી, મર્યાદિત ઓવરના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે ભારત માટે 3 ટેસ્ટ મેચ અને એક T20I મેચ રમી છે.

