Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : When and against whom will the Indian cricket team play next match

હવે ક્યારે અને કોની સામે મેચ રમશે ટીમ ઈન્ડિયા? નોટ કરી લો ભારતની આગામી સિરીઝનું શેડ્યૂલ

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
હવે ક્યારે અને કોની સામે મેચ રમશે ટીમ ઈન્ડિયા? નોટ કરી લો ભારતની આગામી સિરીઝનું શેડ્યૂલ
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટ ટીમનું 2025નું વર્ષ શાનદાર રહ્યું છે. રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશિપ હેઠળ ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને એશિયા કપ જીત્યો હતો. વર્ષનો અંત વધુ સારો રહ્યો, ભારતે સાઉથ આફ્રિકાને ODI પછી T20I સિરીઝમાં પણ હરાવ્યું, જોકે ટેસ્ટ ક્રિકેટની સ્થિતિ ખાસ નહતી રહી. હવે ક્રિકેટ ફેન્સ ભારતની આગામી સિરીઝની રાહ જોઈ રહ્યા છે. ચાલો તમને ભારતની આગામી સિરીઝનું શેડ્યૂલ જણાવી દઈએ.

App Store

ભારતીય ક્રિકેટ ટીમની આગામી સિરીઝ કોની સામે છે?

ભારતીય ક્રિકેટ ટીમની આગામી આંતરરાષ્ટ્રીય સિરીઝ 2026માં છે. જેમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે. સિરીઝની શરૂઆત ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 3 મેચની ODI સિરીઝથી થશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 5 મેચની T20I સિરીઝ રમાશે. 2026ના T20 વર્લ્ડ કપ પહેલા આ છેલ્લી સિરીઝ હશે. T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થશે, 31 જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામે T20I સિરીઝની છેલ્લી મેચ રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. સિરીઝની છેલ્લી મેચ 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ODI પછી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20I સિરીઝ 21 જાન્યુઆરીથી શરૂ થશે. અહીં અમે તમને બંને સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ જણાવીશું

ODI સિરીઝનું શેડ્યૂલ

11 જાન્યુઆરી - પ્રથમ ODI: વડોદરા (બપોરે 1:30 વાગ્યે)
14 જાન્યુઆરી - બીજી ODI: રાજકોટ (બપોરે 1:30 વાગ્યે)
18 જાન્યુઆરી - ત્રીજી ODI: ઈન્દોર (બપોરે 1:30 વાગ્યે)

T20I સિરીઝનું શેડ્યૂલ

21 જાન્યુઆરી - પ્રથમ T20: નાગપુર (સાંજે 7:00 વાગ્યે)
23 જાન્યુઆરી - બીજી T20: રાયપુર (સાંજે 7:00 વાગ્યે)
25 જાન્યુઆરી - ત્રીજી T20: ગુવાહાટી (સાંજે 7:00 વાગ્યે)
28 જાન્યુઆરી - ચોથી T20: વિશાખાપટ્ટનમ (સાંજે 7:00 વાગ્યે)
31 જાન્યુઆરી - પાંચમી T20: તિરુવનંતપુરમ (સાંજે 7:00 વાગ્યે)