T20 World Cup 2026 / સ્કવોડની જાહેરાત થયા પછી પણ થઈ શકે છે ફેરફાર, જાણો શું છે ICCનો નિયમ

T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત આજે, 20 ડિસેમ્બરે કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા T20 વર્લ્ડ કપમાં 20 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની ફાઈનલ 8 માર્ચે રમાશે. ભારત અને શ્રીલંકા ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન તરીકે ઉતરશે.
ફેરફારો શક્ય છે
T20 વર્લ્ડ કપ માટે ભલે ભારતની સ્કવોડ જાહેર થઈ ગઈ હોય, પરંતુ હજુ પણ તેમાં ફેરફારો શક્ય છે. આ માટે કટ-ઓફ સમય હોય છે. તો ચાલો જાણીએ કે આ કટ-ઓફ સમય શું છે. ઉપરાંત, T20 વર્લ્ડ કપ 2026 ટીમમાં ફેરફાર માટે ICCનો નિયમ શું છે?
ICCનો નિયમો
ICCના નિયમ અનુસાર, બધી ટીમોએ મલ્ટી-નેશનલ ટુર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા તેની ટીમો જાહેર કરવી આવશ્યક છે. 2026નો વર્લ્ડ કપ આવતા વર્ષે 7 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેથી, બધી ટીમો જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધીમાં તેમની અંતિમ સ્કવોડની જાહેરાત કરી શકે છે. ઉદાહરણ તરીકે, ભારતે આજે તેની સ્કવોડની જાહેરાત કરી છે. તેથી સિલેક્ટર્સ પાસે એક કટ-ઓફ સમયગાળો હશે જે દરમિયાન ટીમમાં ફેરફાર કરી શકાય છે.
આ દિવસ સુધી ફેરફારો શક્ય છે
BCCI ટુર્નામેન્ટ શરૂ થવાના એક મહિના પહેલા, એટલે કે 7 જાન્યુઆરી, 2026 સુધી પરવાનગી વિના સ્કવોડમાં ફેરફાર કરી શકે છે. 7 જાન્યુઆરી પછી જો બોર્ડ કોઈ ફેરફાર કરવા માંગે છે, તો ICCની ટેકનિકલ કમિટી પાસેથી ઔપચારિક મંજૂરી મેળવવી આવશ્યક છે. આ ફેરફાર ફક્ત ગંભીર પરિસ્થિતિઓમાં જ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ખેલાડી ગંભીર રીતે ઘાયલ થાય છે, તો તેના મેડિકલ રિપોર્ટની સમીક્ષા કર્યા પછી ફેરફારને મંજૂરી આપી શકાય છે.
ભારતીય ટીમે 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી, રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. પરિણામે, ભારતીય ટીમ હવે આ અનુભવી ખેલાડીઓ વિના ટાઈટલ ડિફેન્ડ કરશે.
T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય સ્કવોડ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર અને ઈશાન કિશન.

