Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : These 10 Controversies from India-Pakistan Matches in 2025 made Headlines

Year Ender 2025 / નો હેન્ડશેકથી અભિષેક-રઉફના ઝઘડા સુધી... આ વર્ષે ચર્ચામાં રહ્યા ભારત-પાકિસ્તાનની મેચના 10 વિવાદ

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Year Ender 2025 / નો હેન્ડશેકથી અભિષેક-રઉફના ઝઘડા સુધી... આ વર્ષે ચર્ચામાં રહ્યા ભારત-પાકિસ્તાનની મેચના 10 વિવાદ
સોર્સ : GSTV

ભારત અને પાકિસ્તાન 22 યાર્ડની પિચ પર વિવાદ વિના કેવી રીતે ટકરાઈ શકે? 2025ના વર્ષમાં આ બંને દેશો એકબીજા સામે રમ્યા હોય તેવા અનેક પ્રસંગો જોવા મળ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને 2025ના એશિયા કપ સુધી, ભારત અને પાકિસ્તાને ઘણી રોમાંચક મેચો રમી.

App Store

બેટ અને બોલ વચ્ચેના યુદ્ધ વચ્ચે બંને ટીમોના ખેલાડીઓ ઘણીવાર મેદાન પર એકબીજા સાથે ટકરાતા જોવા મળ્યા. ચાલો તમને 2025માં ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના 10 મોટા વિવાદો વિશે જણાવીએ જેણે હેડલાઈન્સ બનાવી હતી.

નો હેન્ડશેક વિવાદ

ક્રિકેટ ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું કેભારત અને પાકિસ્તાનના કેપ્ટનોએ હાથ ન મિલાવ્યો હોય. એશિયા કપમાં શરૂ થયેલો વિવાદ વિમેન્સ ODI વર્લ્ડ કપમાં પણ ચાલુ રહ્યો. અંડર-19 મેચોમાં પણ બંને દેશોના કેપ્ટનો અને ખેલાડીઓએ હાથ નહતા મિલાવ્યા.

એશિયા કપ ટ્રોફી પર વિવાદ

એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી. જોકે, ટીમ ઈન્ડિયાએ મોહસીન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો, ત્યારબાદ નકવી ભારતીય ખેલાડીઓના મેડલ અને ટ્રોફી લઈને ફરાર થઈ ગયા હતા. BCCIએ મોહસીન નકવી વિશે એશિયન ક્રિકેટ કાઉન્સિલને પણ ફરિયાદ કરી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીના વેન્યુ પર વિવાદ

ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ત્યારબાદ PCBએ વેન્યુ ન બદલવાનો આગ્રહ રાખ્યો હતો. જોકે, ICCના હસ્તક્ષેપ પછી ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મોડેલ હેઠળ કરવામાં આવ્યું હતું અને ટીમ ઈન્ડિયાએ તેની બધી મેચ દુબઈમાં રમી હતી.

હારિસ રઉફના વિવાદાસ્પદ ઈશારા

હારિસ રઉફ એશિયા કપ 2025 દરમિયાન વિવાદાસ્પદ ઈશારા કરતો જોવા મળ્યો હતો. રઉફના ઈશારાએ દર્શાવવા માટે હતો કે પાકિસ્તાને છ ભારતીય ફાઈટર જેટ તોડી પાડ્યા છે. આ પછી બુમરાહે પણ પાકિસ્તાની બેટ્સમેનને આઉટ કર્યા પછી તેના ઈશારાનો જવાબ તેની જ ભાષામાં આપ્યો હતો.

સાહિબજાદા ફરહાનનું ગન સેલિબ્રેશન

એશિયા કપમાં ભારત સામે અડધી સદી ફટકાર્યા બાદ પાકિસ્તાની બેટ્સમેન સાહિબજાદા ફરહાન ભારતીય ડ્રેસિંગ રૂમ તરફ જોતા ગન સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. આ પછી ICCએ ફરહાન સામે કાર્યવાહી કરી અને તેને દંડ પણ ફટકાર્યો હતો.

વિમેન્સ વર્લ્ડ કપમાં ટોસ વિવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વિમેન્સ ODI વર્લ્ડ કપ 2025 મેચ દરમિયાન ટોસમાં મોટી ભૂલ થઈ હતી. હકીકતમાં, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ દરમિયાન ટેલ્સનો કોલ કર્યો હતો, પરંતુ હેડ્સ આવ્યો હતો. તેમ છતાં, મેચ રેફરીએ પાકિસ્તાનને ટોસ જીતાડ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ સત્ય નહતું જણાવ્યું.

અભિષેક-રઉફનો ઝઘડો

એશિયા કપ દરમિયાન અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. વિવાદ એ હદ સુધી વધ્યો કે અમ્પાયર્સે દરમિયાનગીરી કરવી પડી હતી. બાઉન્સર ફેંક્યા પછી, રઉફ અભિષેકને કંઈક કહેતો જોવા મળ્યો, જેનાથી ભારતીય બેટ્સમેન ગુસ્સે થયો હતો.

PoK ટ્રોફી પ્રવાસ પર પ્રતિબંધ

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા PCB એ ટ્રોફીને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) મોકલવાનો નિર્ણય લીધો હતો. જોકે, BCCI એ આ અંગે ICC સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી, જેના કારણે PCBને તે પ્રદેશમાં ટ્રોફી પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી હતી.

મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને લઈને વિવાદ

એશિયા કપ 2025 દરમિયાન પાકિસ્તાન ટીમે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. પડોશી દેશે દાવો કર્યો હતો કે મેચ રેફરી નો હેન્ડશેકના વિવાદમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા હતા અને ટીમ ઈન્ડિયા સામે કોઈ કાર્યવાહી નહતા કરી રહ્યા. જોકે, ICCએ પાકિસ્તાનની અપીલ ફગાવી દીધી હતી.

અંડર-19 એશિયા કપમાં વિવાદ

ભારતીય ટીમના કેપ્ટન આયુષ મ્હાત્રે અને પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે અંડર-19 એશિયા કપની મેચના ટોસ દરમિયાન એકબીજા સામે પણ નહતું જોયું. બંનેએ હાથ પણ નહતા મિલાવ્યા. એવું માનવામાં આવે છે કે આ વિવાદ હજુ પણ ચાલુ રહેશે.